શવર્મા-બર્ગરથી જીત્યુ દિલ, છોકરીએ 20 વર્ષ મોટા વ્યક્તિ સાથે કર્યા લગ્ન- સંભળાવી અનોખી લવ સ્ટોરી

શવર્મા અને બર્ગરે બનાવી દીધી પાકિસ્તાનની અનોખી પ્રેમ કહાની, વીડિયો વાયરલ

શવર્મા અને બર્ગરે મળી બનાવી દીધી પાકિસ્તાનની અનોખી પ્રેમ કહાની, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દરરોજ અનેકો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં એક પાકિસ્તાની કપલનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે જોઇ તો કોઇ પણ પોતાની હસી નહિ રોકી શકે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા પાકિસ્તાની કપલના વીડિયોમાં મહિલા તેની લવ સ્ટોરી વિશે જણાવી રહી છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ અવારનવાર તેના ઘરે આવતો અને વાતચીત દરમિયાન તે કહેતો હતો કે તારે જે જોઈએ તે મને કહે હું તારા માટે લાવીશ.

એકવાર મેં શવર્મા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તે શવર્મા સાથે બે બર્ગર લઈને આવ્યો. મહિલા કહે છે કે આ દર્શાવે છે કે તે તેની કેટલી કાળજી રાખે છે. તેણે માત્ર બે બર્ગર અને શવર્મા વડે મારું દિલ જીતી લીધું. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા પાકિસ્તાની કપલના વીડિયોમાં મહિલા તેના પતિની મૂછોને સરખી કરતી જોવા મળી રહી છે.

મહિલાએ એક પાકિસ્તાની ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાની પ્રેમ કહાની શેર કરી હતી. આ વીડિયોને @fadi_wri8s_ નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. યુઝરે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું- ‘ડીલ સારી છે કે નહીં’. આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે એક શવર્મા અને બે બર્ગર પર ગર્લફ્રેન્ડ મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Fahad Khan (@fadi_wri8s_)

Shah Jina