બિકિનીમાં સાયકલ લઈને ફરવા નીકળેલી શર્મા બહેનોને જોઈને ઉડી ગયા હોશ, સિઝલિંગ અંદાજ એવો કે કોઈ નજર ન હટાવી શક્યું

બોલિવૂડની સુંદરીઓ તો પોતાની સ્ટાઈલ અને ફેશનેબલ અંદાજને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી સ્ટાર બહેનો પણ છે, જે જ્યારે પણ સાથે બહાર નીકળે છે ત્યારે પોતાના કિલર અંદાજથી મહેફિલ લૂંટી લે છે. પછી ભલે તેઓ કોઈ ઈવેન્ટનો ભાગ હોય કે પછી ક્યાંક ફરવા નીકળી જાય, તેમનો ફેશનેબલ અંદાજ જોવાલાયક હોય છે.

શર્મા બહેનો આનો સૌથી મોટો પુરાવો છે, જે જ્યાં જાય છે ત્યાં તેમની ચર્ચા થવી અનિવાર્ય છે. હવે તો બંને બહેનો, નેહા શર્મા અને આયશા શર્મા સાથે વેકેશન પર ગઈ છે. જ્યાં તેમનો બોલ્ડનેસથી ભરપૂર અંદાજ બધાની રજા કરી ગયો. બિકિનીમાં સાયકલ લઈને ફરવા નીકળેલી આ બંને સુંદરીઓનો અંદાજ જોઈને ચોક્કસપણે તમે પણ તેમનાથી નજર નહીં હટાવી શકો.

સૌ પ્રથમ વાત કરીએ નેહા શર્માની, જે સાયકલને પકડીને ઊભી છે. સુંદરીએ બ્લેક કલરનો સ્વિમસૂટ પહેર્યો છે. જેની પ્લંજિંગ નેકલાઈન અને સ્ટ્રેપ્સ વ્હાઈટ રાખવામાં આવી છે, તો આની સાથે તેણે વ્હાઈટ સ્કાર્ફને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટની જેમ બાંધ્યો છે. જેમાં કમર પર એક બાજુ તેણે નોટ લગાવી છે. જેમાં તેના ટોન્ડ પગ ફ્લોન્ટ થઈ રહ્યા છે.

પોતાના આ હોટનેસથી ભરપૂર લુકને નેહાએ કોઈ જ્વેલરી અને મેકઅપ વગર સ્ટાઈલ કર્યો છે. તે સાઈડ પાર્ટિશન સાથે ફ્લિક્સ કાઢીને પોનીટેલ બનાવેલી દેખાઈ, તો તેની Hermes oran ની વ્હાઈટ સેન્ડલે ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જેની ઈન્ટરનેટ પર કિંમત 760 ડોલર એટલે કે 63,606 રૂપિયા છે.

હવે આયશાની વાત કરીએ તો તેણે પોતાની દીદી સાથે કલર કોર્ડિનેટ કરતા બ્લેક એન્ડ વ્હાઈટ બિકિની જ પહેરી અને આની સાથે થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ સ્ટાઈલ કરી. જ્યારે, તેણે બ્રાઉન હેટ કેરી કરી, તો સ્ટડ ઈયરરિંગ્સ સ્ટાઈલ કર્યા અને ખુલ્લા વાળ સાથે પોતાનો આ લુક પૂરો કર્યો. તે પણ અહીં નેહાની જેમ સેમ બ્રાન્ડની બ્રાઉન સેન્ડલ પહેરેલી દેખાઈ.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

હવે ભલે બંને બહેનો વેકેશન પર ગઈ છે, પરંતુ ફિટનેસના મામલામાં તેઓ જરાય બેદરકારી નથી રાખતી. અહીં બ્લેક સ્પેગેટી સાથે ટાઈટ્સમાં નેહા વર્કઆઉટ કરતી નજરે આવી રહી છે, તો બીજી તરફ આયશા રેડ બિકિની પહેરેલી છે. જ્યાં ખુલ્લા વાળમાં મેકઅપ વગર પણ તે ચિલ મૂડમાં પોતાની બોલ્ડ અદાઓથી હંમેશની જેમ બહેન નેહા સાથે મળીને બધાને લટ્ટુ બનાવી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

kalpesh