આઘાતમાં મલાઈકા અરોરા તો શોકમાં તરફડી રહી છે અભિનેત્રીની માતા… હૈયું મજબૂત કરીને જુઓ અનિલ મહેતાની પ્રાર્થના સભાની આ તસવીરો

મલાઈકા અરોરાના પિતા અનિલ કુલદીપ મેહતાનું નિધન આ મહિનાની 11મી તારીખે થયું હતું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ મલાઈકા અરોરા તેમની બહેન અને માતા સાથે મુંબઈના સાંતાક્રુઝમાં આવેલા ગુરુદ્વારામાં પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી અને તેમની માતાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટપણે જોવા મળી હતી અને તેઓ પોતાનું દુઃખ છુપાવી શક્યા ન હતા. આ તસવીરોમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મેહતાની પ્રાર્થના સભાની તસવીરો જોઈ શકાય છે.

આ પ્રસંગે મલાઈકા અરોરા સફેદ રંગનો સૂટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ ચહેરા પર ગોગલ્સ પહેર્યા હતા અને વાળ બાંધેલા હતા. આ સાથે તેમના ચહેરા પર થોડો મેકઅપ પણ જોવા મળ્યો હતો.

મલાઈકા ઉપરાંત તેમની બહેન અમૃતા અરોરા પણ તસવીરોમાં કેદ થઈ હતી. અમૃતાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને આંખોને ઢાંકતા કાળા રંગના ગોગલ્સ પહેરેલા જોવા મળ્યા હતા.

આ બે બહેનો ઉપરાંત મલાઈકાની માતા જોયસ પોલીકાર્પ પણ સફેદ સાડીમાં જોવા મળ્યા હતા. પોતાને સંભાળતા મલાઈકાની માતા ગુરુદ્વારામાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પુત્ર અરહાન પણ તેની માતા સાથે સતત જોવા મળ્યો હતો. અરહાને આ પ્રસંગે પીળા રંગનો કુરતો પહેર્યો હતો. તેના દાદાને ગુમાવવાનું દુઃખ અરહાનના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.

પોતાની મિત્રને આ મુશ્કેલ સમયમાં સપોર્ટ કરવા કરીના કપૂર ખાન પણ પહોંચ્યા હતા. અભિનેત્રીએ સફેદ સૂટ પહેર્યો હતો અને ચહેરા પર કાળા રંગના ગોગલ્સ પહેરેલા જોવા મળ્યા હતા.

હવે પ્રાર્થના સભાની તૈયારીઓનું આ દૃશ્ય જુઓ. મલાઈકાના દિવંગત પિતાની તસવીરને ફ્રેમ કરાવીને એક વ્યક્તિ ફૂલોથી સજાવીને લઈ જતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના પિતાનું મૃત્યુ પણ એક રહસ્ય છે. પોલીસ પૂછપરછ કરી રહી છે પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મલાઈકાની માતાએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું કે તેમણે પોતાના પૂર્વ પતિને શોધ્યા તો તેઓ ઘરમાં ક્યાંય દેખાયા નહીં. જ્યારે બાલ્કનીમાંથી નીચે જોયું તો ગાર્ડ ચીસો પાડતો જોવા મળ્યો. તે સમયે ખબર પડી કે કંઈક ખોટું થયું છે. મલાઈકાની માતાએ એ પણ જણાવ્યું કે આ બંનેનો છૂટાછેડા થઈ ચૂક્યો છે. પરંતુ કેટલાક સમયથી બંને સાથે રહી રહ્યા હતા.

Dhruvi Pandya