દેશમાંથી ઘણીવાર એવી દુઃખદ ખબરો સામે આવતી હોય છે જેને લઈને આખા દેશમાં શોકનો માહોલ છવાઈ જતો હોય છે. થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હતું જેને લઈને લોકો શોકમાં ડૂબ્યા હતા. ત્યારે હજુ હીરાબાના શોકમાંથી દેશ બહાર નહોતો આવ્યો ત્યાં વધુ એક દિગ્ગજ નેતાના નિધનની ખબરે લોકોને શોકમાં ગરકાવ કરી દીધા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ નેતા એવા શરદ યાદવનું ગુરુવારે રાત્રે નિધન થયું.
શરદ યાદવના નિધનની જાણકારી તેમની દીકરીએ ફેસબુક પર પોસ્ટ શેર કરીને આપી હતી. તેમની ઉંમર 75 વર્ષની હતી. શરદ યાદવ ઘણી સરકારોમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેમના નિધન બાદ રાજનીતિક જગતમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તેમના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે શરદ યાદવને શ્રદ્ધાંજલિ આપતી એક ખુબ જ ભાવુક પોસ્ટ પણ શેર કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે “શરદ યાદવના નિધન પર ખુબ જ દુઃખ થયું. પોતાના લાંબા સાર્વજનિક જીવનમાં તેમને પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા. તે ડો. લોહિયાના આદર્શોથી ઘણા જ પ્રભાવિત હતા. હું હંમેશા અમારી વાતચીતને સાચવીને રાખીશ. તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના.” આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ દિલ્હીના છતરપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવને શ્રધાંજલિ આપી હતી.

શરદ યાદવનું ગત રાત્રે ગુરુગ્રામની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું હતું. જેના બાદ રાજકીય નેતાઓ તેમના છતરપુર સ્થિત નિવાસસ્થાન પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, “પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવજીનું નિધન દુઃખદ. શરદ યાદવ સાથે મારો ઘણો ગાઢ સંબંધ હતો.હું તેમના નિધનના ખબરથી સ્તબ્ધ અને દુઃખી છું. તે એક પ્રખર સમાજવાદી નેતા હતા. તેમના નિધનથી સામાજિક અને રાજનીતિક ક્ષેત્રમાં અપૂર્ણીય ક્ષતિ થઇ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.” રાજદ પ્રમુખ લાલુ યાદવે પણ એક વીડિયો શેર કરીને શરદ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में।
शरद भाई…ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg
— Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023