છુપાઈને આવેલા આ ખેલાડીએ રોહિત શર્માને કર્યો KISS કરવાનો પ્રયાસ અને પછી બન્યું એવું કે… જુઓ વીડિયો

IPLમાં આ શું થઇ રહ્યું છે ? આ પૂર્વ ક્રિકેટર રોહિત શર્માને છુપાઈને કિસ કરવા આવ્યો, વીડિયો થઇ ગયો વાયરલ, રોહિતનું રિએક્શન જોવા જેવું હતું… જુઓ

Shane Bond went to kiss Rohit Sharma : હાલ દેશભરમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને IPLના આ મોહલ વચ્ચે રોજ સોશિયલ મીડિયામાં આઇપીએલના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ગત  સોમવારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે 9 વિકેટે કારમી હાર આપી. ત્યારે આ મેચ દરમિયાન એક એવી ઘટના પણ બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલો વીડિયો પ્રેક્ટિસ સેશન દરમિયાનનો છે. જેમાં રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ શેન બોન્ડે ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિતને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર બોન્ડ મુંબઈના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. MI એ રોહિત અને બોન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘કેટલાક બોન્ડ અમૂલ્ય હોય છે.’

વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત મેદાનમાં હાજર છે. તેની નજીક સ્પિનર ​​આર અશ્વિન પણ ઉભો છે. પછી બોન્ડ ધીમે ધીમે રોહિતની નજીક આવે છે અને છુપાઈને તેના ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કરે છે. આ જોઈને રોહિત ચોંકી જાય છે પણ પછી તે હસવા લાગે છે. અશ્વિન પણ હસવા લાગે છે. રોહિત અને બોન્ડના વીડિયોને લઈને ઘણી ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ચાહકો આ બંનેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં કહ્યું, ‘ભાઈ રોહિતને સુરક્ષિત રહેવું પડશે.’ બીજાએ લખ્યું, ‘ભાઈ, શું થઈ રહ્યું છે, રોહિત ડરી ગયો હતો.’ ત્રીજાએ કહ્યું, “બ્રોમેન્સનો કોઈ જવાબ નથી.” કેવું દ્રશ્ય, દિલ જીતી લીધું. બીજાએ કહ્યું, ‘કંઈ પણ કરો, પણ બગીચામાં ફરશો નહિ.’

Niraj Patel