કરીના ખાન અને અમૃતા અરોરા બાદ હવે વધુ એક બોલિવુડની મોટી અભિનેત્રી પણ થઇ કોરોના પોઝિટિવ, ફેન્સમાં હાહાકાર

કોરોના વાયરસે ફરી એકવાર બોલિવૂડના ગલિયારાઓમાં દસ્તક દીધી છે. કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય સેલેબ્સ કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમાં સંજય કપૂરની પત્ની મહિપ કપૂરનું નામ પણ સામેલ છે. હવે મહિપ કપૂરની પુત્રી અને અભિનેત્રી શનાયા કપૂર પણ કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. શનાયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે.

શનાયાએ લખ્યું- ‘હું કોવિડ-19 પોઝિટિવ આવી છુ. મારામાં હળવા લક્ષણો છે પરંતુ હું સારું અનુભવી રહી છું અને મારી જાતને મેં આઇસોલેટ કરી દીધી છે. ચાર દિવસ પહેલા કરાયેલા ટેસ્ટમાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે મેં સાવચેતીને ધ્યાને રાખી ફરીથી ટેસ્ટ કરાવ્યો ત્યારે પોઝિટિવ આવ્યો. હું ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રોટોકોલનું પાલન કરું છું. જો તમે મારા સંપર્કમાં આવ્યા છો, તો હું તમને વિનંતી કરું છું કે તમે પણ ટેસ્ટ કરાવો. બધા સુરક્ષિત રહો!’

અત્યાર સુધીમાં કરીના કપૂર, તેની નોકરાણી, અમૃતા અરોરા, મહિપ કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને હવે શનાયા કપૂર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યાં, મલાઈકા અરોરા, કરણ જોહર અને આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ સંક્રમણની વાર્તા ક્યાંથી અને શરૂ થઈ તે જાણી શકાયું નથી, પરંતુ કરણ જોહરની પાર્ટી ચોક્કસપણે એક હાઇલાઇટ બની હતી. બોલિવૂડ સેલેબ્સની ભૂતકાળમાં બે પાર્ટીઓ હતી. કરણ જોહરના ઘરે 8 લોકોની ગેટ-ટુગેધર પાર્ટી યોજાઈ હતી, જેમાં મલાઈકા, અમૃતા, કરીના, અર્જુન કપૂર, મહિપ કપૂર, સીમા ખાન, આલિયા ભટ્ટે હાજરી આપી હતી. તે જ સમયે, મલાઈકા, કરિશ્મા, અમૃતા, કરિશ્મા, મસાબા ગુપ્તા, પૂનમ દમણિયાએ રિયાના ઘરે આયોજિત પ્રી-ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી.

બીજી બાજુ જોઇએ તો સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને તેમનો 10 વર્ષનો પુત્ર કોરોના પોઝિટિવ છે. તેમ છતાં, સોહેલ ખાનનો મોટો પુત્ર નિરવાન ખાન મિત્રો સાથે ફરતો જોવા મળ્યો હતો અને તે પણ માસ્ક પહેર્યા વિના… સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહમ અલી ખાન સહિત નિરવાન ખાન તેના અન્ય મિત્રો સાથે બુધવારે રાત્રે મુંબઈમાં ધ ટોયરૂમ ક્લબના પ્રિવ્યુમાં દેખાયો હતો.

પાર્ટીમાં નિરવાન અને ઈબ્રાહિમ સાથે જોવા મળ્યા હતા. તે બંનેની તસવીરો પણ સામે આવી છે. નિરવાનને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે માસ્ક વગર જોવા મળ્યો હતો. નિરવાનની આ તસવીરો વાયરલ થયા બાદ લોકો તેના કોરોના પ્રત્યે બેદરકાર વલણની નિંદા કરી રહ્યા છે. તેના પરિવારના બે સભ્યો કોરોના પોઝિટિવ છે અને તેમ છત્તાં તે પાર્ટીમાં માસ્ક વગર ફરતો જોવા મળ્યો હતો.

Shah Jina