જે વ્યક્તિને આખો દેશ ગાળો આપે છે તે વ્યક્તિની અહીં થાય છે પૂજા

મહાભારતનું નામ સાંભળતા જ આપણને મામા શકુનીના દાવ પેંચ દેખાવા લાગે છે. તેમણે કેવી રીતે છળકપટ કરીને પાંડવોને જુગારમાં હરાવ્યા અને બાદમાં પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. હવે જો કોઈ તમને કહે આવા કપટી મામાનું મંદિર છે તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે, કારણ કે શકુની મામાનું નામ સાંભળતા જ લોકોને ગુસ્સો આવી જાય છે તો પછી તેમની પૂજા કેવી રીતે થઈ શકે.

આમ તો ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. જ્યાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ મામા શકુનીનું આ મંદિર સૌથી અલગ છે. એવુ કહેવાય છે કે આ મંદિરમાં પૂજા કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તો આવો જાણીએ આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું અને તે ક્યાં આવેલુ છે.

આ મંદિર અંગે એવી માન્યતા છે તે જ્યારે મહાભારતના યુદ્ધ બાદ લાખોની સંખ્યામાં લોકોના મોત થયા ત્યારે મામા શકુનીને પછતાવો થયો. તેમને લાગ્યુ કે આ અનર્થ થયો છે. યુદ્ધના કારણે ન માત્ર રાજ્યને નુકશાન થયું પરંતુ લાખો નિર્દોષ લોકોના જીવ પણ ગયા. આથી તેનો પ્રશ્ચાતાપ કરવા માટે મામા શકુની સાંસારિક જીવન છોડીને સંન્યાસી જીવન જીવવા લાગે છે અને દૂર દૂર યાત્રાએ નિકળી જાય છે.

આ યાત્રા દરમિયાન તેઓ કેરળના કોલ્લમ પહોંચે છે અને ત્યાં ભગવાન શંકરની કઠોર તપશ્યા કરે છે. તેમની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ત્યારબાદ એ જ જગ્યાએ મામા શકુનીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નામ છે માયમ્કોટ્ટુ મલંચારુવુ મલનાડ. આ ઉપરાંત જે પથ્થર પર બેસીને તેમણે તપસ્યા કરી હતી તે પથ્થરની પણ પૂજા કરવામાં આવે છે અને હાલમાં આ સ્થાનને પવિત્રેશ્વર પણ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ મંદિરમાં મામા શકુની સિવાય દેવી માતા, કિરાતમુર્તિ અને નાગરાજની પણ પૂજા કરવામાં આવે છે. એટલુ જ નહીં આ જગ્યાએ દર વર્ષે મલક્કુડા મહોલસવમ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે જેમા મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. દૂર દૂરથી ભક્તો અંહી આવે છે અને મામા શકુનીની પૂજા કરે છે. એક એવી પણ માન્યતા છે તે જ્યારે કૌરવો પાંડવોને શોધતા શોધતા અહીં આવ્યા ત્યારે તેમણે મામા શકુનીને કોલ્લમ વિશે માહિતી આપી હતી.

YC