માથા પર ભસ્મ, પીળા કપડા…’તારક મહેતા’ ફેમ શૈલેશ લોઢાએ લીધો સંન્યાસ ? લુક જોઇ ચાહકો રહી ગયા હેરાન

ભગવા ધોતી અને માથા પર ભસ્મ લગાવેલ જોવા મળ્યા શૈલેશ લોઢા તો લોકો રહી ગયા હેરાન, એક્ટિંગ છોડી સંન્યાસી બન્યા શૈલેશ લોઢા ? જુઓ ફોટોસ

અભિનેતા શૈલેશ લોઢા સતત ચર્ચામાં બનેલા છે, જ્યારથી તેમણે તારક મહેતા શો છોડ્યો. તેમના શો છોડવા પર ઘણી ખબર અને અફવાઓએ જોર પકડ્યુ, પણ અસલ કારણ તો શૈલેશ અને શોના મેકર્સ જ જાણે છે. પણ હાલ શૈલેશ લોઢા તેમની એક તસવીરને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ તસવીર જોઇ ચાહકો હેરાન છે અને રિકવેસ્ટ કરી રહ્યા છે કે અભિનેતા શોમાં પાછા આવી જાય. શૈલેશ લોઢા આ તસવીરમાં ભગવા રંગની ધોતી અને ગમછામાં જોવા મળી રહ્યા છે,

આ ઉપરાંત તેમણે માથા પર ભસ્મ પણ લગાવી છે. ગળામાં માળા છે અને માથા પર ટીકો પણ છે. આ તસવીર શૈલેશ લોઢાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. આને શેર કરી શૈલેશ લોઢાએ કેપ્શન લખ્યુ છે- હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે. આ તસવીર પર ચાહકો તાબડતોડ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેના સંન્યાસી અવતારના વખાણ કરી રહ્યા છે

તો કેટલાક વિનંતી કરી રહ્યા છે કે અભિનેતાએ ‘તારક મહેતા’ પર પાછા ફરવું જોઈએ. શૈલેષ લોઢાએ 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. શૈલેષ લોઢા થોડા દિવસો પહેલા ચર્ચામાં આવ્યા હતા જ્યારે અહેવાલો સામે આવ્યા હતા કે ‘તારક મહેતા’ના નિર્માતાઓએ અભિનેતાની બાકી રકમ ચૂકવી નથી. શૈલેષ લોઢાના પૈસા મેકર્સ પાસે ફસાયેલા છે. જ્યારે શૈલેષ લોઢાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ કોઈ નવી વાત નથી.

પરંતુ બાદમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ તેમની તરફથી સત્ય કહ્યું. શોની ટીમે જણાવ્યું હતું કે બાકીની રકમ માટે શૈલેષ લોઢાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ન તો બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા આવી રહ્યો છે અને ન તો તે કાગળો પર સહી કરી રહ્યો છે.

Shah Jina