શું “તારક મહેતા” શોમાંથી વધુ એક એક્ટરની થવાની છે વિદાય ? આ જાણિતા અભિનેતા 14 વર્ષ બાદ શો ને અલવિદા કહેવાની વાતો ચર્ચાઈ રહી છે

ટીવીની દુનિયામાં જો કોઈ લોકપ્રિય કોમેડી શો છે જેને લોકો લાંબા સમયથી જોઈ રહ્યા છે, તો તે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’… આ શોના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ છે. આટલું જ નહીં, લોકો આ શોના પાત્રોને ઘણો પ્રેમ પણ આપે છે. જો કે, ઘણા પાત્રો એવા છે, જેઓ આ શો સાથે પહેલાથી સંકળાયેલા છે અને કેટલાક એવા છે જેઓએ અન્ય પાત્રોને રિપ્લેસ કર્યા છે. ત્યારે વર્ષ 2017માં શોની દયાભાભી એટલે કે દિશા વાકાણી મેટરનીટી લિવ પર ગઇ હતી પરંતુ તે હજી સુધી પરત શોમાં આવી નથી. જો કે આ શોમાં હજી સુધી કોઇ અભિનેત્રીએ તેને રિપ્લેસ કરી નથી.

ત્યારે શોના અંજલી ભાભી એટલે કે નેહા પણ આ શોને અલવિદા કહી ચૂકી છે અને ટપ્પુ સેનાનો મેઇન મેમ્બર એટલે કે ભવ્ય પણ આ શોને અલવિદા કહી ચૂક્યો છે, ત્યારે હવે બીજા એક અભિનેતાના શો છોડવાના અહેવાલ સામે આવી રહ્યા છે, તમને જાણીને આઘાત લાગશે કે આ શોનો એક મહત્વપૂર્ણ અભિનેતા હવે 14 વર્ષ પછી છોડી શકે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સમગ્ર દેશમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ચાહકો આ શો સાથે સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે.

હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે ‘તારક મહેતા’ના લીડ એક્ટર શૈલેષ લોઢા એટલે કે જેઠાલાલના પરમ મિત્ર મહેતા સાહેબ લગભગ 14 વર્ષ બાદ શો છોડી રહ્યા છે. એવા સમાચાર છે કે, તેઓએ શોનું શૂટિંગ પણ બંધ કરી દીધું છે.આ સમાચાર જાણ્યા પછી, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. અત્યાર સુધી લોકો દયાબેનની રાહ જોતા હતા, પરંતુ હવે શોની કરોડરજ્જુ ગણાતા શૈલેષ લોઢાના શોમાંથી બહાર થવાના સમાચાર આવ્યા છે.

આ શોમાં શૈલેષ લોઢા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના સારા મિત્રના રોલમાં છે. રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવે છે કે શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી શોમાં પાછા ફર્યા નથી. ઇટાઇમ્સ અનુસાર આ શોમાં કામ કરતી વખતે શૈલેષ લોઢા પોતાના માટે બીજી તક શોધી શક્યા નથી. એટલું જ નહીં, આ શોમાં કામ કરતી વખતે તેમણે કેટલીક સારી ઓફર્સ પણ ઠુકરાવી દીધી હતી.

પરંતુ હવે કલાકારો સારી તકોને તેમના હાથમાંથી જવા દેવા માંગતા નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘તારક મહેતા’ના મેકર્સ પણ એ વાતથી નારાજ છે કે તેઓ તેમની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. જો કે, હજી સુધી શૈલેશ લોઢાની શો છોડવાની સત્તાવાર જાહેરાત થઇ નથી.કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શૈલેષ શોમાં તેના કોન્ટ્રાક્ટથી ખુશ નથી અને માને છે કે શોમાં તેની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.

જો કે અભિનેતાએ હજુ સુધી આ અંગે કંઈપણ વાત કરી નથી. પરંતુ આ સમાચાર સામે આવવાથી ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ લોઢાએ તારક મહેતાના શોમાં પોતાના પાત્રથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં લોકોએ શોના મેકર્સ પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તે કહે છે કે જો શૈલેષ ખરેખર સાચું બોલતો હોય તો તેની સાથે ખોટું થયું છે.

Shah Jina