‘તારક મહેતા..’ શો છોડવાના વાતો વચ્ચે અભિનેતા શૈલેષ લોઢાએ એક પોસ્ટ કરી, ઈશારો છે આ?

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના દર્શકોને ત્યારે ઝાટકો લાગ્યે જયારે એકદમ જ શૈલેષ લોઢાના શો છોડવાની ખબર આગની જેમ ફેલાઇ. કહેવામાં આવી રહ્યુ છે કે, શૈલેષ લોઢા એક મહિનાથી શુટ નથી કરી રહ્યા. તેમણે શોમાં છોડવાનું મન બનાવી લીધુ છે. આ બધી ખબરો વચ્ચે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ ઇન્સ્ટાગ્રામ પર એક cryptic પોસ્ટ લખી છે. શૈલેષ લોઢાએ પોતાની સાઇડ પ્રોફાઇલ ફોટો શેક કરી લખ્યુ- હબીબ સો સાહબનો એક શેર કમાલનો છે, યહાં મજબૂત સે મજબૂત લોહા તૂટ જાતા હે કઇ ઝૂઠે ઇકઠ્ઠે હો તો સચ્ચા તૂટ જાતા હૈ.

શૈલેષ લોઢાની આ પોસ્ટ પર લોકોની તરત જ કોમેન્ટ્સ આવવાની શરૂ થઇ ગઇ. ચાહકો એક્ટરને શો ન છોડવાની અપીલ કરી રહ્યા છે. ચાહકોનું કહેવુ છે કે, તેમના કેરેક્ટરને તારત મહેતામાં ઘણુ પસંદ કરવામાં આવે છે. યુઝર્સે એમ પણ લખ્યું કે શૈલેષ લોઢાએ શો છોડવાના સમાચાર પર પ્રતિક્રિયા આપવી જોઈએ. એક વ્યક્તિ લખે છે – પ્રિય લોઢાજી, મારા નમસ્કાર હમણાં જ સમાચાર મળ્યા કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહ્યા છો? કેમ સાહેબ… મેં મારા જીવનકાળમાં તમારા જેવો નિપુણ કલાકાર જોયો નથી.

તમે આ વિષય પર ફરીથી વિચાર કરો. ઘણા લોકોએ રડતા ઇમોજી પણ પોસ્ટ કર્યા છે. અભિનેતાને દરેકે અપીલ કરી છે કે તે શોમાં રહે. જો કે, હજી સુધી શૈલેષ લોઢા અને મેકર્સ તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યુ નથી. કેટલાક અહેવાલો કહે છે કે શૈલેષ લોઢાએ શો છોડ્યો નથી. તે શો માટે શૂટિંગ કરી રહ્યા છે. તમામ સસ્પેન્સ અને અટકળો વચ્ચે ચાહકો શૈલેષ લોઢાના સમાચારની સત્યતા જાણવાની રાહ જોઈ રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ તેના કોન્ટ્રાક્ટથી ખુશ નથી અને તેની તારીખોનો પણ યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

અન્ય એક કારણ સામે આવી રહ્યું છે કે શૈલેષ આ શોને કારણે અન્ય વસ્તુઓ કરી શકતો નથી. આ શોને કારણે તેણે બીજી ઘણી ઓફરો ઠુકરાવી દીધી છે અને તે આગળ રહેલી તકો ગુમાવવા માંગતો નથી. સમાચાર આવ્યા છે કે મેકર્સ શૈલેષને રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ લાગે છે કે શૈલેશે શો છોડવાનું મન બનાવી લીધું છે.

Shah Jina