મોડી રાત્રે ભાઇ જાનના બર્થ ડે પર પઠાણની એન્ટ્રી ! પહેલા તો એકદમ જોરથી ગળે લગાવ્યો અને પછી શાહરૂખે સલમાનને કરી કિસ, જોતા જ રહી ગયા લોકો

બોલિવૂડના દબંગ કહેવાતા સલમાન ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાને તેના જન્મદિવસના ખાસ અવસર પર પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અભિનેતાના જન્મદિવસની ઉજવણીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાનના જન્મદિવસની પાર્ટીમાં પહોંચીને શાહરૂખ ખાને દબંગ ખાનને ચોંકાવી દીધા હતા. સલમાન ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ ધમાકેદાર રીતે ઉજવે છે. આ વખતે પણ તેણે તેના જન્મદિવસ પર ભવ્ય પાર્ટી રાખી હતી.

સલમાને તેનો જન્મદિવસ મીડિયા સાથે પણ ઉજવ્યો. આ અવસર પર તેણે પેપપાજીને સંપૂર્ણ સ્વેગમાં પોઝ આપ્યા અને તેમની સાથે કેક પણ કાપી. આ સિવાય સલમાને તેના ચાહકોના જન્મદિવસ પર તેમના પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર પણ માન્યો હતો. સલમાન ખાને તેના જન્મદિવસની પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તે પાર્ટીમાં ઓલ બ્લેક લૂકમાં દમદાર સ્ટાઈલમાં પહોંચ્યો હતો. સલમાને પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા. સલમાનની સ્ટાઈલ અને કિલર એટીટ્યુડ જોઈને ફેન્સ તો તેના દિવાના થઈ રહ્યા છે.

સલમાનના જન્મદિવસની ઉજવણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સલમાન ખાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે શાહરૂખ ખાને પાર્ટીમાં હાજરી આપી હતી. શાહરૂખ પાર્ટીમાં થોડો મોડો પહોંચ્યો, પરંતુ તેણે પોતાની ધમાકેદાર એન્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચ્યું. શાહરૂખ ખાન સલમાનની પાર્ટીમાં એન્ટ્રી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાન હંમેશા પોતાનો જન્મદિવસ પનવેલના ફાર્મ હાઉસ પર ઉજવતો આવ્યો છે,

પરંતુ આ વર્ષે તેણે પોતાનો જન્મદિવસ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઉજવ્યો. આ અવસર પર બોલિવૂડના ઘણા કલાકારોએ સલમાનની પાર્ટીમાં ધૂમ મચાવી હતી. જેમાં સુનીલ શેટ્ટી, સોનાક્ષી સિંહા, તબ્બુ, લુલિયા વંતુર, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, જેવા ઘણા મોટા સ્ટાર્સ સલમાનના જન્મદિવસને ખાસ બનાવવા પહોંચ્યા હતા. ફેન્સને પાર્ટીમાં કરણ-અર્જુનની જોડી જોવા મળી હતી.

શાહરૂખ ખાને સલમાનના જન્મદિવસમાં હાજરી આપી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. એક વીડિયો હાલ જેના પર બધા ફિદા થઇ રહ્યા છે તે છે શાહરૂખ અને સલમાનની બોન્ડિંગનો વીડિયો. શાહરૂખ અને સલમાન વીડિયોમાં એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળે છે. બંનેની આ જોડીને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને તેમના વખાણ કરતા થાકતા નથી.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. જ્યારે ચાહકો તેની ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ટ્રોલર્સ તેને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. સલમાન ખાનની વાત કરીએ તો તે ફેન્સનું દિલ છે. સલમાન તેના અનોખા ડાન્સ મૂવ્સ, એક્શન અને અલગ-અલગ પાત્રો માટે જાણીતો છે.

સલમાન ખાન 57 વર્ષની ઉંમરે પણ ફિટનેસ ગોલ આપે છે. તેને લોકો તરફથી અપાર પ્રેમ મળે છે. આખી દુનિયામાં સલમાનના ફેન ફોલોઈંગ જોરદાર છે. સલમાનની એક ઝલક મેળવવા ચાહકો આતુર રહેતા હોય છે. ફેન્સ સલમાનના જન્મદિવસને તહેવારની જેમ સેલિબ્રેટ કરી રહ્યા છે.

Shah Jina