મનોરંજન

શાહરૂખ ખાનને આ શું થઇ ગયુ ? હાથ અને મોઢા પર કરચલીઓ જોઇ ચાહકો રહી ગયા શોક્ડ

બોલીવુડનો SRK બુઢો થઇ ગયો? શાહરુખની નવી તસવીરો જોતા જ ફેન્સને લાગી રહ્યો છે મોટો આંચકો….

કરોડો લોકોના દિલો પર રાજ કરનાર બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાની ઉદારતા અને સાદગીના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર બોલિવુડના કિંગખાન સમાચારમાં છે. શાહરૂખ ખાને હાલમાં જ તેના ઘર મન્નતમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કેટલાક દેશની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ ખાન અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ સેલિબ્રિટીઓએ શાહરૂખ ખાનના વખાણ કરતી પોસ્ટ પણ શેર કરી હતી.

સુપરસ્ટારના આ વર્તનથી ફેન્સ ઘણા ખુશ છે, લોકો તેના વખાણ કરી રહ્યા છે. મન્નતમાં શાહરૂખે આયોજિત પાર્ટીમાં કેનેડા, ફ્રાન્સ, ક્યુબેક અને અન્ય દેશોની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતા ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો. 3 મે 2022ના રોજ ફ્રાન્સના વિદેશ મંત્રીએ બોલિવૂડ સુપરસ્ટારને સન્માનજનક એવોર્ડથી સન્માનિત કર્યા. આ કાર્યક્રમ તાજમહેલ પેલેસ હોટલમાં યોજાયો હતો. આ પછી ફ્રાન્સના કોન્સ્યુલ જનરલે ટ્વિટર પર આ માહિતી શેર કરી. આ શાનદાર સન્માન મળ્યા બાદ શાહરૂખ ખાને પણ તેના પર ખુશી વ્યક્ત કરી છે.

તેણે કહ્યું, ‘જીવનમાં અલગ-અલગ ક્ષણો હોય છે જે તમને લાગે છે કે તમે સાચા ટ્રેક પર છો અને આ તેમાંથી એક છે. આ સન્માન મેળવીને હું ખરેખર ખુશ છું. વિવિધ દેશોના આ પ્રતિષ્ઠિત લોકો સાથે યોજાયેલી પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શાહરૂખના અલગ-અલગ ફોટો શેર કર્યા છે. આ ફોટા જોઈને જ્યાં એક તરફ યૂઝર્સ અભિનેતાના વખાણ કરી રહ્યા છે.

તો કેટલાક તેમનો લુક જોઈને પરેશાન થઈ રહ્યા છે. લોકો કહે છે કે શાહરૂખ આટલી વિચિત્ર કે બીમાર હાલતમાં કેમ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાનની આ તસવીરો વાયરલ થતાની સાથે જ ચાહકોને આઘાત લાગ્યો. એકે લખ્યુ, ‘મને લાગે છે કે આપણે તેને ટ્રોલ કરવો જોઈએ નહીં, પરંતુ પ્રાર્થના કરવી જોઈએ. મને તેની ઘણી જ ચિંતા થાય છે. તે નક્કી કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.’ બીજાએ લખ્યુ, ‘હવે તેની ઉંમર દેખાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરુખ ખાનની આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મ ‘પઠાન’ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ઉપરાંત તેની પાસે બીજી પણ કેટલીક ફિલ્મ છે.