લત્તા મંગેશકરના અંતિમ સંસ્કાર પર શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન નહિ પરંતુ આ મહિલા સાથે પહોંચ્યો હતો, જાણો કોણ છે તે…

ભારતના સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. લતા મંગેશકરે 6 ફેબ્રુઆરીએ દુનિયાને અલવિદા કહી દીધુ, ગતરોજ મુંબઈમાં સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, જાવેદ અખ્તર, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, શંકર મહાદેવન જેવા મોટા દિગ્ગજો લતાજીના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. લતા મંગેશકરના અંતિમ સંસ્કારની એક તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે. જ્યાં શાહરૂખ દુઆ માંગતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શાહરૂખ ખાને લતાજીના ચરણ સ્પર્શ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ દરમિયાન શાહરૂખ સાથે એક મહિલા પણ જોવા મળી હતી. કેટલાક લોકો શાહરૂખ સાથે હાજર આ મહિલાને ગૌરી માની રહ્યા છે. પરંતુ એવું નથી. શાહરૂખ સાથેની આ વાયરલ તસવીરમાં ગૌરી ખાન નહીં પરંતુ શાહરૂખની મેનેજર પૂજા દદલાની છે. શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની બંને લતા મંગેશકરના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે એકસાથે સ્ટેજ પર ચડ્યા હતા અને એક તરફ તેની મેનેજર પૂજા દદલાની હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી હતી જયારે શાહરૂખ દુઆ માંગતા જોવા મળ્યા હતા.

આ તસવીર જોરદાર વાયરલ થઈ હકી. કેટલાક યુઝર્સ આ તસવીર જોઈને સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે – હું આ મહિલાને ઓળખી નથી શકતો, શું તે ગૌરી છે ? બીજાએ લખ્યું – આ નવું ભારત નથી, આ વાસ્તવિક ભારત છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ફાતિહા વાંચતા શાહરૂખ ખાન. કેટલાક યુઝર્સ તેને ધાર્મિક રંગ પણ આપી રહ્યા છે. પૂજા વર્ષોથી શાહરૂખ સાથે કામ કરી રહી છે. તે તાજેતરમાં ગૌરી, ફરાહ ખાન, સીમા ખાન, નીલમ કોઠારી સોની, મહિપ કપૂર અને અન્ય સાથે લંચ ડેટ પર જોવા મળી હતી. આ પહેલા તે આર્યન ખાનના ડગ કેસના વિવાદ દરમિયાન પણ ચર્ચામાં રહી હતી.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવારે સવારે 8 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના અંતિમ દર્શન કરવા શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા હતા.

Shah Jina