શાહીર શેખે કપૂર ખાનદાનની દીકરી સાથે કર્યા નિકાહ, જુઓરુચિકાના બેબી શાવરની તસવીરો
બૉલીવુડ અને ટીવી જગતમાંથી એક પછી એક ખુશ ખબરી આવી રહી છે, ત્યારે ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા શાહીર શેખ માટે પણ આ સમય ખુબ જ ખુશીઓને છે. તે જલ્દી જ પપ્પા બનવાનો છે. તેની પત્ની રુચિકા કપૂર ગર્ભવતી છે અને ખુબ જ ટૂંકા સમયમાં હવે તેના ઘરમાં પણ કિલકારીઓ ગુંજવાની છે.
હાલમાં જ સાહિરે તેની પત્ની રુચિકાનું સીમંત યોગયુ. જેની પાર્ટીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. શાહીર અને રૂચિકાની જોડી પણ ખુબ જ કમાલની લાગી રહી છે. તમને જણાવી દઈએ કે ગત નવેમ્બર મહિનામાં રુચિકા અને શાહીર લગ્નના બંધને બંધાયા હતા. તેમને કોર્ટ મેરેજ કર્યા હતા અને તે હવે પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહ્યા છે.
બેબી શાવર માટે રુચિકાએ પર્પલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તસ્વીરોમાં તે ખુબ જ સિમ્પલ અને ખુશ નજર આવી રહી છે. તો શાહીર પણ ટી શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો. તેને બેબી શાવરનું ડેકોરેશન પેસ્ટલ રંગના ફુગ્ગાથી કર્યું હતું. સામે આવેલી તસ્વીરોમાં રુચિકા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
શાહીરના વર્કફ્રન્ટની જો વાત કરીએ તો હાલમાં તે શો કુછ રંગ પ્યાર કે એસે ભી માટે સિલિગુડીમાં શૂટિંગ કરી રહ્યો છે. તેને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું જલ્દી જ મુંબઈ આવવા મંગુ છું. આઉટડોર લોકેશન ઉપર શૂટ કરવાનું મજેદાર હોય છે. પરંતુ આ સમયે હું મારા પરિવાર પાસે મુંબઈ જવા માંગુ છું. આ સમયમાં મારે મારી પત્ની પાસે હોવી ખુબ જ જરૂરી છે.
View this post on Instagram