મેદાન ઉપર પાકિસ્તાની ક્રિકેટરની આશિકી, લોકો મીમ બનાવીને લઈ રહ્યા છે ખુબ મજા, જુઓ વીડિયો

ક્રિકેટના મેદાન ઉપર ઘણીવાર એવી એવી હરકતો જોવા મળે છે કે તે જોઈને દર્શકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર ફિલ્ડિંગ કરી રહેલી ટીમ અને બેટ્સમેન વચ્ચે તીખી નોકઝોક પણ જોવા મળતી હોય છે. ખાસ કરીને જયારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાનમાં હોય ત્યારે આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોવા મળતી હોય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઘણા જ લાંબા સમય બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. ઓસ્ટ્રલિયા અને પાકિસ્તાન વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે. ત્યારે આ ટેસ્ટ મેચનો બીજો દિવસ પૂર્ણ થયો ત્યારે એક દિલચસ્પ ઘટના જોવા મળી હતી.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ શેર્ડ બોલ ફેંક્યો અને તેના ઉપર ડેવિડ વૉર્નરે ડિફેન્સ કર્યું. જેના બાદ વૉર્નરે નો રન કહ્યું, પરંતુ બોલ ફેંક્યા બાદ શાહીન આફ્રિદી ચાલીને વૉર્નર પાસે પહોંચી ગયો અને બંને એક બીજા સામે આવીને ઉભા રહી ગયા. જોકે બંને થોડીવાર બાદ જ એકબીજાને જોઈને હસવા પણ લાગ્યા.

આ ઘટનાનો વીડિયો અને ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઘટનાની તસવીરો ઉપર ઘણા લોકો મીમ પણ બનાવી રહ્યા છે. આ બંનેની તસવીર એ હદ સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે કે લોકો તેને આશિકી 2 પણ કહી રહ્યા છે અને આ તસવીરને એડિટ કરીને પોસ્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી શ્રેણીની આ ત્રીજી અને અંતિમ મેચ છે. અગાઉ રમાયેલી બંને ટેસ્ટ ડ્રો રહી છે, તેથી જે ટીમ ત્રીજી અને અંતિમ મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. આ સીરીઝ બાદ ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ IPL 2022 માટે ભારત આવશે.

Niraj Patel