સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ તેના ઘરે પહોંચ્યો શહનાઝ ગિલનો ભાઈ, ગાડીની અંદર રડતી જોવા મળી ગૌહર ખાન

ગઈકાલે ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા અને બિગ બોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. સિદ્ધાર્થના નિધન બાદ તેના ઘરે સેલેબ્રિટીઓ તેના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે.

અભિનેત્રી ગૌહર ખાન અને શહનાઝ ગીલનો ભાઈ શાહબાઝ પણ સિદ્ધાર્થ શુકલાના ઘરે પહોચ્યા હતા. તો ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા સિદ્ધાર્થ શુકલાને શ્રદ્ધાંજલિ આપી હતી.

સિદ્ધાર્થની ખાસ દોસ્ત શહનાઝ ગિલનો ભાઈ શાહબાઝ દિવંગત અભિનેતા સિદ્ધાર્થના ઘરે પહોંચ્યો હતો.  તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરવા દરમિયાન શહનાઝ ગિલના પોતાએ જણાવ્યું હતું કે, ” “હું અત્યારે વાત કરવાની હાલતમાં નથી, જે કંઈપણ થયું છે તેના ઉપર મને વિશ્વાસ નથી આવી રહ્યો. મેં તેની સાથે વાત કરી, તે બિલકુલ ઠીક નથી, હાલ મારો દીકરો મુંબઈ ગયો છે, બાદમાં હું પણ જઈશ.”

અભિનેત્રી અને બીહ બોસ 7ની વજેતા ગૌહર ખાન પણ સિદ્ધાર્થના ઘરે પહોંચી હતી. સિદ્ધાર્થ શુકલાના ઘરે પાહકહતાં જ ગૌહર ખાનને તેની ગાડીની અંદર રડતા જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુકલાને બિગ બોસ 14માં એકસાથે જોવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુકલાના નિધનની ખબર ગુરુવારે સવારે 11 વાગે આવી હતી. જાણવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુકલાએ રાત્રે સુતા પહેલા દવા લીધી હતી, જેના બાદ તે સુવા ચાલ્યો ગયો અને સવારે તે ઉઠ્યો જ નહિ.

Niraj Patel