વર્લ્ડકપમાં ભારતની હાર પર મઝાક બનાવી રહી હતી પાકિસ્તાનની આ અભિનેત્રી, બોલી…”પાડોશમાં ટીવી તૂટી રહ્યા છે…” લોકોએ લીધો એવો ઉધડો કે… જુઓ

પાકિસ્તાની અભિનેત્રીએ વર્લ્ડકપમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં એક પછી એક કરી પોસ્ટ, લોકોએ કોમેન્ટ કરીને તેની ઔકાત બતાવી દીધી.. જુઓ

sehar shinwari Post on India’s defeat : 19 નવેમ્બરના રોજ, અમદાવાદના ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ‘વર્લ્ડ કપ 2023’ મેચ રમાઈ હતી. જેમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ પાકિસ્તાનને મજા આવે તે સ્વાભાવિક હતું, જેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ ટીમ ઈન્ડિયાની હાર બાદ ટ્વિટ કરીને ભારતની મજાક ઉડાવી હતી. પરંતુ ભારતને ટ્રોલ કરવું અભિનેત્રીને ભારે પડી ગયું અને લોકોએ બરાબરનો ઉધડો લઇ લીધો.

ભારત વિરુદ્ધ બોલી પાક. અભિનેત્રી :

પાકિસ્તાની અભિનેત્રીએ તૂટેલા ટીવીનો ફોટો શેર કર્યો અને લખ્યું, “આજે પડોશમાં ટીવી તૂટી રહ્યા છે” અને એક હસતું ઇમોજી પણ બનાવ્યું. અભિનેત્રીએ અન્ય ઘણા ટ્વિટ પણ કર્યા છે, જેમાં તે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો આનંદ માણી રહી છે. તેણે ઓસ્ટ્રેલિયાને લાયક વિજેતા પણ ગણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે સહર આખી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન ભારત વિરૂદ્ધ બોલીને ચર્ચામાં રહી હતી. ભારતની સેમિફાઈનલ મેચ જીત્યા બાદ સહરે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર માટે પ્રાર્થના કરી હતી.

લોકોએ કરી બરાબર ટ્રોલ :

તે સમયે પણ સહારને ભારત વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. જેને લઈને હવે પાકિસ્તાની અભિનેત્રીને પાડોશી દેશ વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ટ્રોલ કરવામાં આવી રહી છે. ભારતમાં ટીવી તૂટી ગયું હોવાનો ખોટો દાવો કરવા બદલ યુઝર્સે તેને લતળાવી છે. પાકિસ્તાની અભિનેત્રીની ટીકા કરતા એક યુઝરે લખ્યું “અમે ભારતીયો સંસ્કારી છીએ, અમારી સરખામણી પાકિસ્તાની ફેન્સ સાથે ન કરો. અમે નમ્રતાથી હાર સ્વીકારીએ છીએ.”

જુઓ કેવી કરી કોમેન્ટ :

અન્ય એક યુઝરે કહ્યું “અમે ભારતીયો મેચ હાર્યા પછી પાકિસ્તાનીઓ જેવું વર્તન નથી કરતા, જેમ તમે ત્યાં કરો છો, સમજો.” અન્ય એક યુઝરે લખ્યું “હવે તમારી પાસે તોડવા માટે ટીવી પણ બચ્યું નથી. કારણ કે તે દર વર્ષે તૂટી જાય છે, આ વખતે તમે 10 માંથી 6 મેચ હારી ગયા છો, તમારી પાસે ભીખ માંગવા માટે માત્ર બાઉલ જ બચ્યો છે, જો તે પણ તૂટી જશે તો તમે શું માંગશો?”  સહર એક પાકિસ્તાની અભિનેત્રી અને TikTok સ્ટાર છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે.

Niraj Patel