પાકિસ્તાનમાં બેઠેલા સીમાના પતિએ કરી દીધી એવી હરકત કે હવે મુશ્કેલીમાં છે સીમા અને સચિન, વકીલને પણ મોકલી છે નોટિસ, જાણો સમગ્ર મામલો
Seema Haider’s husband sent the notice : PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પોતાના પ્રેમી સચિન મીનાને મળવા ભારત આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરની મુશ્કેલીઓ વધી શકે છે. સીમા હૈદર અને તેના પ્રેમી સચિનને સીમા હૈદરના પહેલા પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા ભારતીય વકીલ મારફતે 3-3 કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. ભારતમાં ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે આ નોટિસ મોકલી છે. એટલું જ નહીં મોમિન મલિકે સીમા હૈદરના વકીલ એપી સિંહને 5 કરોડ રૂપિયાની નોટિસ પણ મોકલી છે.
નોટિસ મોકલીને મલિકે કહ્યું છે કે ત્રણેય માફી માંગે અને દંડની રકમ એક મહિનામાં જમા કરાવે, નહીં તો ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની માહિતી આપતા ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે કહ્યું કે જ્યારે પોલીસે સીમા હૈદરની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી મળી આવેલા દસ્તાવેજોમાં સીમા હૈદરની ઓળખ ગુલામ હૈદરની પત્ની તરીકે થઈ હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સીમાને કોર્ટમાંથી જામીન મળ્યા હતા ત્યારે તે સીમા હૈદર, પત્ની ગુલામ હૈદર પણ લખવામાં આવ્યું હતું.
તેણીએ પોતાને ગુલામ હૈદરની પત્ની ગણાવી છે પરંતુ તેમ છતાં તેના વકીલ એપી સિંહ સીમા હૈદરને સચિનની પત્ની તરીકે બોલાવી રહ્યા છે, તે કયા આધારે આવું કહી રહ્યા છે? આ કારણથી સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે એપી સિંહ વિરુદ્ધ 5 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે, જે પાકિસ્તાની ચલણમાં 15 કરોડ રૂપિયા છે. સચિનને આપવામાં આવેલી કાનૂની નોટિસમાં વકીલ મોમિન મલિકે પૂછ્યું છે કે સચિન કયા આધારે તેની પત્નીને પોતાની પત્ની કહી રહ્યો છે જ્યારે ગુલામ હૈદર અને સીમા હૈદરના કાયદા મુજબ આજદિન સુધી છૂટાછેડા થયા નથી.
ગુલામ હૈદરના વકીલે કહ્યું કે સચિનના કારણે જ તેના ચાર બાળકો પિતાથી અલગ થઈ ગયા છે. જેના કારણે બાળકોનું ભણતર પણ બગડી રહ્યું છે અને તે તેમને જોઈ પણ શકતો નથી. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સચિન મીણા સીમા હૈદર સાથે ગેરકાયદેસર રીતે રહે છે, જેના કારણે ગુલામ હૈદરે સીમા હૈદરના પ્રેમી સચિનને 3 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પણ મોકલી છે.
સીમા હૈદરને મોકલવામાં આવેલી 3 કરોડ રૂપિયાની કાનૂની નોટિસમાં ગુલામ હૈદરે કહ્યું કે તેણે તેને કોઈ દેશમાં કાયદાકીય રીતે તલાક આપ્યા નથી, તો પછી તે પોતાની માંગમાં સચિના નામનું સિંદૂર કયા આધારે ભરી રહી છે. ગુલામ હૈદરે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે સીમા હૈદર સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર પોતાને સચિનની પત્ની કેમ કહી રહી છે.