“મારી જાણ બહાર મને ફરિયાદી બનાવી દીધો, કોરા કાગળ પર સહી કરાવી !” સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદમાં વધુ એક વિવાદ ઉમેરાયો, હર્ષદ ગઢવી કેસમાં નવો વળાંક

‘મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો’, સાળંગપુરના ભીંતચિત્રોને કાળો રંગ કરનાર હર્ષદ ગઢવીના કેસમાં સિક્યોરિટીનો ઘટસ્ફોટ

Security Guard Bhupat Khachar video : સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ગુજરાત ભરમાંથી આ ભીંતચિત્રોનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગતરોજ યોજાયેલી સનાતન ધર્મના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠકમાં બે દિવસમાં આ વિવાદનો સુખદ અંત આવશે એવી બાંહેધરી કોઠારી સ્વામી દ્વારા પણ આપવામાં આવી હતી. ત્યારે હજુ આ વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો ત્યાં આજ મામલે એક નવો વિવાદ પણ સામે આવ્યો છે.

મંદિરના સિક્યુરિટી ગાર્ડનો વીડિયો :

સાળંગપુર મંદિર પરિસરની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા ભુપતભાઇ ખાચરનો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ભુપત ખાચરે આ વીડિયોની અંદર એવા ખુલાસા કર્યા છે જેને લઈને ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પહેલા જ હર્ષદ ગઢવી નામના એક વ્યક્તિએ આ ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો હતો અને તેને નુકશાન પણ પહોચાડ્યું હતું. જેને લઇને હર્ષદ ગઢવીની પોલીસે ધરપકડ પણ કરી લીધી હતી.

કોરા કાગળ પર સહી કરાવી :

આ કેસમાં ભુપત ખાચર નામના સિક્યુરિટી ગાર્ડને ફરિયાદી બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે હવે ભુપત ખાચરે વીડિયો શેર કરીને જણાવ્યું કે, “બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી. જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે.”

પોતે નિર્દોષ હોવાનું કહ્યું :

તેમણે વીડિયોમાં એમ પણ જણાવ્યું કે, “હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.” ત્યારે આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાના મામલે લે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel