ઘરમાં હતી 200 વર્ષ જૂની ગુફા, છોકરીએ મિત્રો સાથે અંદર જઈને છોકરીએ જોયું તો..

Secret Cave : વર્ષોથી આપણે એક ઘરમાં રહેતા હોઇએ અને અચાનક આપણને ખબર પડે કે તે ઘરમાં એક સિકરેટ ગુફા પણ છે, તો…ચોંકી ગયા ને. આવું જ કંઈક એક છોકરી સાથે થયું જેને પોતાના જ ઘરમાં એક ગુપ્ત ગુફા મળી. તેણે આ ગુફા વિશેની માહિતી તેના મિત્રો અને શાળાના શિક્ષકો સાથે શેર કરી. આ પછી બધાએ મળીને ઘરની નીચે મળેલી ગુફામાં જવાનું નક્કી કર્યું. આ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગુફા વર્ષો જૂની છે, જેના વિશે લોકો વર્ષોથી જાણતા ન હતા. (તમામ તસવીરો સૌજન્ય : ધ સન)

200 વર્ષ જૂની ગુફા 
વિશેષજ્ઞોનું માનવું છે કે અહીં મળેલી ગુફા 1800ના દાયકાની હોઈ શકે છે, જેનો ઉપયોગ ઘરેલું ભોંયરા તરીકે થતો હશે. ધ સનના અહેવાલ મુજબ, આ 200 વર્ષ જૂની ગુફા ત્યારે મળી જ્યારે કામદારો અહીં નવી ઈમરજન્સી લાઈટો લગાવી રહ્યા હતા. જ્યારે ગુફાની ખબર પડી ત્યારે બધા વિદ્યાર્થીઓ તેની અંદર જોવા ગયા કે ત્યાં શું ખાસ છે. પછી તેઓએ આખો નવો ફ્લોર જોયો.

બ્રિટનના નોટિંગમનો છે આ મામલો
તેઓને ચારેય દિવાલોમાં કાપીને બનાવવાનીં આવેસી બેન્ચો મળી, જે દર્શાવે છે કે તેનો ઉપયોગ ખોરાક અને પીણા સંગ્રહવા માટે અલમારીઓના રૂપમાં થતો હશે. તેઓને ઘરમાં પ્રવેશતા પહેલા આની જાણ નહોતી. આ મામલો બ્રિટનના નોટિંગમનો છે. ટ્રેન્ટ યુનિવર્સિટીમાં બ્રોડકાસ્ટ જર્નાલિઝમની વિદ્યાર્થિની સ્ટેફની બેનેટે જણાવ્યું કે કેવી રીતે ભયના વાતાવરણ વચ્ચે પણ રોમાંચક શોધ થઈ.


તેણે કહ્યું, ‘તે કોઈ મોટી ગુફા નથી, તે લગભગ 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી છે. તે બધું ખૂબ જ રોમાંચક હતું, પરંતુ અમારે બધાએ સાથે નીચે જવું પડ્યું કારણ કે અમને ત્યાં શું મળશે તેનો ડર હતો. અમે તેને ખુલ્લું રાખવા માંગીશું કારણ કે ઘરમાં ગુફા હોવી સારી બાબત છે. અમે હજી સુધી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અને અમે હજી સુધી ત્યાં પાર્ટી પણ કરી નથી.’ આ ગ્રુપે સ્થાનિક પુરાતત્વવિદોનો સંપર્ક કર્યો, જેઓ ગુફા વિશે જાણીને આશ્ચર્યચકિત થઇ ગયા.

તેઓએ અનુમાન લગાવ્યું કે તે લગભગ બે સદીઓ પહેલાં બનાવવામાં આવી હોઇ શકે છે. નોટિંગમ સિટી કાઉન્સિલના કાર્યકારી પુરાતત્વવિદે કહ્યું- ‘ગુફા ઘરેલું ભોંયરું હોય તેવું લાગે છે, જે ઉપરની ઇમારત જેવી જ છે, તેથી તે 19મી સદીની હોઈ શકે છે. આ પ્રકારની ગુફાનું આ એક સારું ઉદાહરણ છે. જો કે તે કદમાં નાની છે. તે શહેરમાં હાજર બાકીની ગુફાઓના ઉપયોગ વિશે વધુ માહિતી આપવા વાળી લાગી રહી છે.’

Shah Jina