ધરપકડ કરો આના પપ્પાની…સ્કૂલની બાળકી પોતાના પિતાને પાછળ બેસાડી હેલમેટ વિના ચલાવી રહી હતી સ્કૂટી…જુઓ વીડિયો

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની બાળકી સ્કૂટર ચલાવતી જોવા મળી રહી છે જ્યારે ચોંકાવનારી વાત તો એ છે કે તેણે હેલમેટ પણ નથી પહેર્યુ અને તેના પિતા પાછળ બેઠા છે. આ વીડિયો મહારાષ્ટ્રનો હોવાનું કહેવાઇ રહ્યુ છે કે ગુજ્જુરોક્સ આ વીડિયો ક્યાંનો ક્યારનો છે તેની પુષ્ટિ નથી કરતુ.

વીડિયોમાં દેખાઇ રહેલી બાળકી સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેણે હેલ્મેટ પણ નથી પહેર્યુ. આ ક્લિપને ઈન્સ્ટાગ્રામ પર @aurangabadinsider નામના હેન્ડલથી શેર કરાઇ છે અને કેપ્શનમાં લખવામાં આવ્યુ છે છત્રપતિ સંભાજી નગરનું આઘાતજનક દ્રશ્યના… સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાં જ નેટીઝન્સે તેના પર નારાજગી વ્યક્ત કરી.

ઘણા લોકોએ કહ્યું કે માતા-પિતાએ તેમના બાળકો અને અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. જ્યારે કોઇએ છોકરીના પિતાની ધરપકડ કરો. જો કે કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે પિતાનો વાહન પર સંપૂર્ણ નિયંત્રણ છે અને તેઓ માત્ર છોકરીને થોડી મજા કરવા દઇ રહ્યા છે. આ વીડિયોને 4 મિલિયન કરતા પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Shah Jina