સ્કૂલ બેગ ફેંકી રસ્તા વચ્ચે સૂઇ અભદ્ર ડાંસ કરવા લાગી છોકરી, વીડિયો થયો વાયરલ

ઈન્ટરનેટ વાસ્તવમાં એક સારી જગ્યા છે જ્યાં તમે તમામ પ્રકારની વસ્તુઓ શોધી શકો છો. અહીં સામગ્રીની કોઈ કમી નથી. પરંતુ કેટલીકવાર લોકો સારી વસ્તુ શીખવાને બદલે વિચિત્ર વીડિયોમાં રસ લેવા લાગે છે. એક સમય હતો જ્યારે ઈન્ટરનેટ ચલાવવું ખૂબ મોંઘું હતું. પરંતુ જ્યારથી ઈન્ટરનેટ સસ્તું થયું છે, લોકો ઈન્ટરનેટના એટલા બંધાણી થઈ ગયા છે અને છેલ્લા થોડા ઘણા સમયથી તો ફેમસ થવા માટે એવા એવા વીડિયો બનાવે છે કે કહેવું જ શું.

રસ્તા વચ્ચે સૂઇ અભદ્ર ડાંસ કરવા લાગી છોકરી

ત્યારે આ દિવસોમાં એક સ્કૂલ ગર્લનો રોડ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી રોડ પર ડાન્સ કરી રહી છે. તેની પાસે સ્કૂલ બેગ પણ જોવા મળી રહી છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે તે સહેજ પણ ખચકાટ વિના રોડ પર સૂઇ બધાની સામે અભદ્ર ડાંસ કરી રહી છે. પહેલા તો તે સ્કૂલ બેગ ફેંકી દે છે અને પછી રસ્તા પર જ સૂઈ જાય છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ પછી તે વાંધાજનક સ્ટેપ્સ કરીને ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને લાખો વ્યુઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું, શું આવા લોકોના માતા-પિતા તેમને રોકતા નથી? તો બીજા એકે કહ્યું કે આ લોકો માત્ર વાયરલ થવા માટે આવું કરે છે. અન્ય એકે કહ્યું સારું થયું કે તે ત્યાં ઓટો રિક્ષા ચલાવી રહ્યો ન હતો. એકે કહ્યું કે આ લોકોની સ્કૂલ ચાલુ છે તેમ છતાં તેઓ આવી હરકત કરી રહ્યા છે.

Shah Jina