પંચત્તત્વમાં વિલીન થયા સલમાન ખાનના ડાયરેક્ટર સાવન કુમાર ટાક, મુંબઇના પવન હંસ સ્મશાન ઘાટમાં થયા અંતિમ સંસ્કાર

સાવન કુમારને અંતિમ વિદાય આપવા પહોંચ્યા પ્રેમ ચોપરા-ડેવિડ ધવન, તેમની આંખો પણ થઇ નમ, જુઓ અંતિમ તસવીરો

સલમાન ખાનને સનમ બેવફા જેવી ફિલ્મ માટે ડાયરેક્ટ કરી ચૂકેલા દિગ્દર્શક સાવન કુમાર ટાકને બુધવારે હૃદયની સમસ્યાને કારણે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક હતી. પરંતુ તે બાદ સમાચાર આવ્યા કે તેમણે આખરે આ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે તેમના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં થયા હતા.

સાવન કુમાર ટાકનું ગુરુવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જણાવી દઈએ કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના ફેફસામાં સમસ્યા હતી અને તેમનું હૃદય પણ કામ કરતું ન હતું. 86 વર્ષીય સાવન કુમારની અંતિમયાત્રા શુક્રવારે તેમના ઘરેથી કાઢવામાં આવી હતી અને પવન હંસ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સાથે જોડાયેલા કેટલાક લોકોએ હાજરી આપી હતી.

પ્રેમ ચોપરા, ડેવિડ ધવન, અશોક પંડિત, શામ કૌશલ સહિત અન્ય સેલેબ્સ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે સાવન કુમાર ઘરેથી ભાગીને હીરો બનવા મુંબઈ આવ્યા હતા, પરંતુ તેમનું સપનું અધૂરું રહ્યું. તે અભિનેતા તો ન બની શક્યા પણ પ્રખ્યાત દિગ્દર્શક ચોક્કસ બની ગયા. જણાવી દઈએ કે સાવન કુમારના પાર્થિવદેહને એમ્બ્યુલન્સ દ્વારા સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો.

સાવન કુમારના અંતિમ સંસ્કારમાં દરેકના ચહેરા પર ઉદાસી દેખાતી હતી. સાવન કુમાર ટાક ઘણા સમયથી બીમાર હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સાવન કુમારની પૂર્વ પત્નીએ ઇટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘તે ખૂબ સારા મિત્ર હતા. હકીકતમાં, અમારા લગ્નજીવનમાં પણ મને હંમેશા એવું લાગતું હતું કે તે મારા પતિ કરતાં વધુ મિત્ર છે. તેથી જ મને વધુ દુઃખ થાય છે કે મેં મારા પ્રિય મિત્રને ગુમાવ્યો છે.’

સાવન કુમાર ટાકનો જન્મ 9 ઓગસ્ટ 1936ના રોજ જયપુરમાં થયો હતો. 80 અને 90ના દાયકામાં તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી જેમાં સનમ બેવફા, સૌતન અને સાજન બિના સુહાગન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે પોતાની ફિલ્મમાંથી ઘણા પ્રખ્યાત કલાકારોને બ્રેક આપ્યો હતો. દિગ્દર્શક ઉપરાંત તેઓ નિર્માતા, લેખક અને ગીતકાર પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina