ખબર

સુરતના આ ઉદ્યોગપતિ બન્યા દિલદાર, ટોકિયો ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ ફાઇનલ જીતશે તો આપશે આ લાખો રૂપિયાના ઇનામો

ઓલમ્પિકની અંદર ભારતે અત્યાર સુધીમાં બે મેડલ પોતાના નામે કરી લીધા છે, હજુ ભારતને કોઈ ગોલ્ડ મેડલ નથી મળ્યું ત્યારે દેશની મહિલા હોકી ટીમ પાસે આખા દેશને ગોલ્ડની ઈચ્છા છે. હવે જો મહિલા હોકી પ્લેયર ગોલ્ડ મેડલ જીતી લે છે તો ગુજરાતના આ અગ્રણી ઉદ્યોગપતિ તેમને લાખો રૂપિયાની ભેટ આપવાના છે.

ડાયમંડ નગરી સુરતમાં હરિકૃષ્ણ ડાયમંડના સ્થાપક સવજીભાઈ ધોળકિયાએ ગઈકાલે મોટી જાહેરાત કરી છે. ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જતા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. 41 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશની 16 દીકરીઓએ આ અસંભવ લાગતી સફળતા શક્ય બનાવી છે.

ત્યારે સવજીભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે “મને આ જાહેરાત કરવા આનંદ થાય છે કે, જો મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે તો હરિકૃષણ ગ્રુપ ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપશે, જેમને સહાયતાની જરૂર છે. આપણી છોકરીઓ ટોકિયો ઓલમ્પિકમાં દરેક પગલે ઈતિહાસ બનાવી રહી છે. જેના કારણે જની પાસે ગાડી નથી તેને 5 લાખ રૂપિયા ગાડી માટે અને જેની પાસે ઘર નથી તેને 11 લાખ ઘર માટે સહાયતા આપીને તેમનો હોંસલો મજબૂત કરવાનો અમારો પ્રયત્ન રહેશે. ”

આજ પોસ્ટમાં તેમને આગળ જણાવ્યું છે કે, “તેમનું મનોબળ અને પ્રેરણા અમારું ધ્યેય રહેશે. 130 કરોડ ભારતીયો મહિલા હોકી ટીમને ભારતનો ઝંડો – “અમે ઠીક તમારી  પાછળ છીએ”. અમારા ખેલાડીઓનો ઉત્સાહ વધે તેના માટે અમારો નાનો એવો પ્રયાસ છે જેના કારણે તે  રાષ્ટ્રને વધારે ગૌરવ અપાવી શકે.”

ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા ઉઠાવવામાં આવેલા આ કદમની હવે ચારેય તરફ પ્રસંશા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે તેમના ભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયાએ થોડા દિવસ પહેલા જ મુંબઈમાં 185 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ખરીદ્યુ છે તેને લઈને ખુબ જ ચર્ચામાં છે, ત્યારે સવજીભાઈની આ નવી પહેલના કારણે પણ હાલ તેમની ચર્ચાઓ ચાલી રહી છે.