શિયાળાની કડકડતી ઠંડીમાં પોતાના માસુમ બાળક સાથે બાઈક લઈને જતા પિતાનો હ્રુદસ્પર્શી વીડિયો થયો વાયરલ, જોઈને આંખો ભીંજાઈ જશે..
Save Son From Cold During Bike : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે આંખોના પોપચાં પણ ભીના કરી દે. ત્યારે હાલ દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આ ઠંડીના મોસમના પણ ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં એક વ્યક્તિ હાઈવે પર બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.
કડકડતી ઠંડીમાં પિતા અને બાળક બાઈક પર :
પરંતુ જ્યારે લોકોની નજર બાઇક પર બેઠેલા બાઈક પર પડે છે ત્યારે તેઓ ભાવુક થઈ જાય છે. કારણ કે પોતાના બાળકને ઠંડીથી બચાવવા માટે શાલ ઓઢાડી રાખી છે. ઉપરાંત, તે પડી ના જાય એ માટે વ્યક્તિ તેને એક હાથથી પકડી પણ રાખે છે અને બીજા હાથથી બાઇકને સંભાળે છે. આ જોઈને ઈન્ટરનેટ પબ્લિક આ પિતાના વખાણ કરી રહી છે.
પિતાના પ્રેમના થયા વખાણ :
ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે આ ફક્ત પિતા જ કરી શકે છે. જ્યારે કેટલાક યુઝર્સ તેને જોખમી ગણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેને લાખો લોકો જોઈ પણ ચુક્યા છે. સાથે જ સેંકડો વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી છે.
View this post on Instagram
અલગ અલગ પ્રતિભાવ આવ્યા સામે :
કોઈએ લખ્યું- આ લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. બીજાએ કહ્યું – પરંતુ હાઇવે પર એક હાથે બાઇક ચલાવવું જોખમી બની શકે છે. જ્યારે અન્ય લોકોએ તેને બાળક પ્રત્યેનો સાચો પ્રેમ ગણાવ્યો હતો. તો કોઈ પિતાના પ્રેમ અને સમર્પણની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.