આ સાત સમુંદર પાર વાળી છોકરીએ સોશિયલ મીડિયા પર લાવી દીધુ તોફાન- ન્યુયોર્ક ટાઇમ્સ સ્કેવર પર છવાઇ ગઇ છોકરી

સોશિયલ મીડિયામાં ક્યારે કયો વીડિયો વાયરલ થઇ જાય તે કોઇ ના કહી શકે. આજ કાલ તો સોશિયલ મીડિયાનું ઘેલુ નાના મોટા દરેકનું લાગ્યુ છે, જ્યારે પણ કોઇને કંટાળો આવ્યો નથી કે તેઓ મોબાઇલ ચાલુ કરી રીલ્સ જોઇને માઇન્ડ ફ્રેશ કરે છે. ઘણા એવા ઇન્ફ્લુએન્સર છે, જેવા વીડિયો વાયરલ થતા હોય છે અને તે રાતો રાત ફેમસ પણ થઇ જાય છે.

ત્યારે હાલમાં જ એક એવી છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જે વિશ્વભરના ઇન્ટરનેટ યૂઝર્સને ઘેલા કરી રહી છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કોમલ કીટકેટ નામના એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટમાં કરવામાં આવ્યો અને આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફેમસ ગીત સાત સમુંદર પાર વાગી રહ્યુ હતુ.

જો કે, આ ગીત પર તે છોકરી જે એક્સપ્રેશન આપી રહી હતી તેના કારણે વીડિયો ખૂબ જ વાયરલ થઇ ગયો. આ એક્સપ્રેશન એટલા જોરદાર હતા કે દુનિયાભરના ઇન્ટરનેટ યૂઝર્સ વારંવાર આ રીલ્સને જોઇ રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ આ છોકરીવી ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. જો કે, કેટલાક લોકો એવા પણ છે કે જે તેને ટ્રોલ કરી રહ્યા છે.

થોડા સમય પહેલાં જ વિંક ગર્લ અને એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો આંખના એક્સપ્રેશનનો સીન ખૂબ વાયરલ થઇ ગયો હતો અને તે રાતોરાત હેડલાઇન્સમાં છવાઇ ગઇ હતી. ત્યારે આવી જ રીતે કોમલ કીટકેટ પણ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

કોમલે તેના એકાઉન્ટ પરથી આ જ વિડીયો ક્લિપ ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર પર મોટા પડદે ચાલી રહી હોવાનો વિડીયો શેર કર્યો છે અને આ પરથી એ અંદાજ લગાવી શકાય કે આ વીડિયો કેટલો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @_naughtysquad_

Shah Jina