આવો વિચિત્ર અને ગંદો પ્રેમ હોય? 60 વર્ષના સસરા સાથે ભાગી 21 વર્ષની વહુ, બિચારા દીકરાની ખુબ ખરાબ હાલત થઇ ગઈ છે

સંંબંધો, સંસ્કારના ધજાગરા : 60 વર્ષના સસરા પર મરી મટી 21 વર્ષની વહુ, બન્નેએ ભેગા થઈને ખરાબ કામ કર્યું, દીવાલ સાથે માથું પછાડી દેશો સ્ટોરી વાંચીને

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર સંબંધોને તાર તાર કરતા કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર સંબંધોને શર્મશાર કરતો એક કિસ્સો રાજસ્થાનના કોટા ડિવિઝનના બુંદી જિલ્લામાંથી સામે આવ્યો છે. બુંદી જિલ્લામાં એક સસરાને તેની વહુ સાથે પ્રેમ થઈ ગયો. આરોપ છે કે તે પછી તેને ઘરેથી લઈ ભાગી ગયો. જ્યારે પુત્રને પિતા અને પત્નીના કૃત્યની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો હતો. આ અંગે તે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.

પિતા પર પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવીને તેણે બંનેને શોધવાની ગુહાર પણ લગાવી. પીડિતનો આરોપ છે કે પોલીસ તેના નિવેદનને ગંભીરતાથી લઈ રહી નથી. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેઓ બંનેને ગંભીરતાથી શોધી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો બુંદીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સિલોર ગામનો છે. આ મામલે પીડિત યુવક પવન વૈરાગીએ તેના પિતા રમેશ વૈરાગી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

પવનનો આરોપ છે કે તેના પિતા તેની પત્નીને લઈ ભાગી ગયા છે. પીડિતનું કહેવું છે કે પોલીસ તેના રિપોર્ટને ગંભીરતાથી લઈ રહી નથી. પવનને છ મહિનાની દીકરી છે. પીડિત યુવકનો આરોપ છે કે તેઓ તેની બાઇક લઈને ભાગી ગયા છે. તેણે આરોપ લગાવ્યો કે તેના પિતા પહેલા પણ ખોટા કામો કરતા હતા. તેની પત્ની સીધા સ્વભાવની છે. પિતા તેને પણ ધમકાવતા હતા. પવન RCC માટે કામ કરે છે અને તે વેતન સંબંધે બહાર રહે છે.

(પ્રતીકાત્મક તસવીર)

સદર થાનપ્રભારીનું કહેવું છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પવને તેની પત્નીને ભગાડી લઈ જવા માટે તેના પિતા પર શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી જમાઈ અને સાસુની લવ સ્ટોરી સામે આવી હતી. જ્યાં જમાઈ કે તે સાસુના પ્રેમમાં હતો, તે તેના સસરાને નશામાં ઘોળી સાસુને ભગાડી લઇ ગયો હતો. ત્યારપછી પોલીસ ઘણા દિવસો સુધી બંનેને શોધી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

બાદમાં સમાજના લોકોએ બંનેને શોધી કાઢી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બંનેને પકડીને લાવી હતી. સાસુ સાથે પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેને રોજ માર મારતો હતો. તેનાથી પરેશાન થઈને તે તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. રાજસ્થાનમાં સંબંધોને તાર તાર કરવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ રાજ્યમાં આવી શરમજનક ઘટનાઓ સામે આવી ચૂકી છે.

Shah Jina