આ પ્રખ્યાત ગાયિકાની સંદિગ્ધ હાલતમાં થઇ મોત, ઘરની અંદરથી મળી લાશ, મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક ચોંકવાનારી ખબરો સામે આવે છે. થોડા દિવસ પહેલા સુર કોકિલા લતા મંગેશકરજીનું નિધન થયું હતું, જેના શોકમાં હજુ પણ આખો દેશ છે, ત્યારે હવે વધુ એક ખ્યાતનામ ગાયિકાનું સંદિગ્ધ હાલતમાં મોત થયું હોવાની ખબર સામે આવી છે, જેના બાદ તેના ચાહકો પણ હેરાન રહી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રખ્યાત હરિયાણવી ગાયિકા સરિતા ચૌધરીની લાશ તેના ઘરેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મોત કયા સંજોગોમાં થયું છે. સરિતા હરિયાણાના સોનીપત જિલ્લાના સેક્ટર 15માં રહેતી હતી.

આ કેસની તપાસ કરી રહેલા સેક્ટર 27 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કુલદીપ દહિયાએ જણાવ્યું કે, સોમવારે સાંજે સેક્ટર 15માં એક ઘરના એક રૂમમાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સોનીપતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

સરિતાના ભાઈ સનીએ જણાવ્યું કે સાંજે તેની સાથે વાત થઈ હતી. પરંતુ સવારે તે ફોન ઉપાડતી ન હતી. સનીએ વિચાર્યું કે તે બાથરૂમમાં હશે અથવા મંદિર ગઈ હશે. પરંતુ બપોર સુધી તેણે ફોન ન ઉપાડતાં અમે પાડોશીઓને ફોન કરતાં પોલીસને બોલાવવામાં આવી હતી. ઘરનો દરવાજો તોડતાં સરિતાની લાશ રૂમમાં બેડ પર મળી આવી હતી. સરિતાના મૃત્યુ માટે પરિવારે કોઈ પર શંકા વ્યક્ત કરી નથી.

સરિતા ચૌધરી હાલમાં પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેને 2 બાળકો છે. છોકરી યુપીએસસીની તૈયારી કરી રહી છે, જ્યારે છોકરો પણ ભણે છે. તપાસ અધિકારી કુલદીપનું કહેવું છે કે આ કેસમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ આગળ વધશે. સરિતાના પાડોશીઓ ઉપરાંત જેઓ વધુ જાણે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Niraj Patel