બ્રેકીંગ: આ જગ્યાએ સરદાર પટેલની મૂર્તિ લોકોએ તોડી પાડી! પથ્થરમારો, અનેક ગાડીઓમાં તોડફોડ, જુઓ વીડિયો

મધ્યપ્રદેશના ઉજ્જૈનના મકદોન તાલુકામાં આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને લઈને વિવાદ થયો હતો. એક પક્ષે બીજા પક્ષ પર સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર વડે તોડવાનો આરોપ લગાવ્યો છે.

બંને બાજુથી ભારે પથ્થરમારો અને હંગામો થયો હતો. આ પછી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. આ વિવાદ સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાનો હતો. એક પક્ષનાં લોકોએ ટ્રેક્ટરથી મૂર્તિને નીચે પાડી દીધી.

પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી, જેને કારણે બીજો પક્ષ નિરાશ થઇ ગયો. પછી આ ઘટનામાં બંને પક્ષોમાં પથ્થરમારો થયો. ગુસ્સામાં ભીડે અનેક ગાડીઓની તોડફોડ પણ કરી અને કેટલીક ગાડીઓમાં તો આગ પણ લગાવી દીધી. તેમજ અનેક દુકાનોમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉજ્જૈન જિલ્લાના મકડોન તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ પછી બંને પક્ષો સામસામે આવી ગયા અને અચાનક જ દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

પથ્થરમારા અને તોડફોડના અહેવાલોના પગલે ઉજ્જૈનના અધિક પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ નીતિશ ભાર્ગવ ઉજ્જૈન અને તરાનાના મકડોન પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. તણાવપૂર્ણ સ્થિતિના પગલે ભારે પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત કરાઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગઈકાલે બુધવારે રાત્રે કેટલાક લોકોએ મકડોન મંડી ગેટ અને બસ સ્ટેન્ડ પાસે ખાલી પડેલી જમીન પર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી. બીજા પક્ષના લોકો અહીં ભીમરાવ આંબેડકરની મૂર્તિ સ્થાપિત કરવા માંગતા હતા પણ છેલ્લી બે ચૂંટણીઓથી સરકારે વિવાદિત સ્થળે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી અને નવા બસ સ્ટેન્ડને ડો.આંબેડકર નામ આપ્યું હતું.

ભીમ આર્મી ઈચ્છે છે કે અહીં ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. પણ પાટીદાર સમાજના લોકો સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. એડિશનલ એસપી નિતેશ ભાર્ગવે જણાવ્યું કે માહિતી મળતા જ તેઓ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. બંને પક્ષોને ખુલાસો આપવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવામાં આવ્યો છે.

YC