આપણા દેશની અંદર ઘણી એવી ખાવાની વસ્તુઓ છે જ્યાં દૂર દૂરથી લોકો આવતા હોય છે, એવી જ રીતે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લોકો ખાવાના શોખીન છે. પરંતુ ઇન્દોરની અંદર એક સરાફા ચોપાટી છે જ્યાં ઇન્દોરમાં જવા વાળી કોઈ પણ વ્યક્તિ જાય છે. સરાફા બજારની અંદર દરેક પ્રકારના વ્યંજનો તમને મળશે પરંતુ તમારું ખાસ ધ્યાન ખેંચે છે આ બજારની અંદર એક કુલ્ફી વાળો.
આ સરાફા બજારની અંદર એક વ્યક્તિ એવો છે જે કુલ્ફી સિવાય પોતાના શરીર ઉપર લાદેલા સોનાના કારણે પણ પ્રખ્યાત છે. આ વ્યક્તિ છે 62 વર્ષની ઉંમરના નટવર નેમા જે સરાફા બજારની અંદર કુલ્ફી, ફાલુદા અને ચીક્કીની દુકાન લગાવે છે.
જે લોકો આ સરાફા બજારમાં આવીને કુલ્ફીનો આનંદ લે છે, તે લોકો આ ગોલ્ડમેન પાસે સેલ્ફી લેવાનું પણ નથી ચુકતા. નટવર ગ્રાહકોને કુલ્ફી આપતા સમયે પોતાના શરીર ઉપર લગભગ અડધો કિલો સોનુ પહેરે છે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે.
મીડિયા સાથે વાત કરવા દરમિયાન નટવરે જણાવ્યું હતું કે આ દુકાન તેમના પિતાજીએ સરાફા બજારની અંદર ખોલી હતી. પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરતા કરતા નટવર પણ સંપૂર્ણ રીતે આ ધંધામાં પ્રવેશી ગયા. સોના પ્રત્યે પોતાનો લગાવ વિશે વાત કરતા તે જણાવે છે કે સરાફા બજારની અંદર સોના ચાંદીનો વ્યવસાય થાય છે અને જેના કારણે જ તે સોના તરફ આકર્ષિત રહ્યા છે.
પહેલા નટવર નેમોએ સોનાની વીંટી પહેરવાની શરૂઆત કરી ત્યારબાદ તેમને સોનાની ચેન પહેરી અને હવે તે લગભગ અડધો કિલો સોનુ પહેરીને પોતાની દુકાન ઉપર બેસે છે. નટવર સોનાની વારી, બધી જ આંગળીઓ ઉપર સોનાની વીંટી, ગળાની અંદર સોનાની ઘણીબધી ચેઇન, સોનાનું કડુ અને ગોલ્ડ બ્રેસલેટ પહેરે છે. સોના પ્રત્યે નટવરને એટલો લગાવ છે કે તેમનો દાંત તૂટી ગયો તો તે પણ સોનાનો કરાવી દીધો.
નટવર નેમોની આ કુલ્ફીની દુકાન ઉપર નેતાઓથી લઈને સેલેબ્રિટીઓ પણ આવી પહોંચે છે. આ જગ્યાએ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા, ભૈયાજી જોશી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તેમની પત્ની સાધના પણ નટવરની દુકાને કુલ્ફી ખાઈ ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે સરાફા બજારની અંદર આખી દિવસ સોના ચાંદીનો વ્યવસાય થાય છે પરંતુ રાત્રે દુકાનો બંધ થવા ઉપર અહીંયા ખાવા પીવાનું બજાર લાગી જાય છે. અહીંયા લગભગ 200 ખાવા પીવાની દુકાન લાગે છે. આ માર્કેટ રાત્રે 10થી લઈને 2 વાગ્યા સુધી ખાવા પીવાના શોખીનો માટે ખુલ્લું રહે છે અને સવાર થતા જ ફરી અહીંયા સોના ચાંદીની દુકાનો ખુલવા લાગે છે.