સારા અલી ખાને સ્વીમશુટ વાળી તસવીરો કરી શેર, ભૂલી નથી શકતી માલદીવની રજાઓની યાદો

પૈસા હોય તો શું ન થઇ શકે? સ્વર્ગ જેવા માલદીવ્સમાં જુઓ નવાબની લાડલી કેવી મજા કરી રહી છે

બોલિવુડ અભિનેત્રી અને સૈફ અલી ખાનની પહેલી પત્ની સારા અલી ખાન લાઇમ લાઇટમાં ખુબ જ છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં પણ તેના લાખો ચાહકો છે અને તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે. આ તસવીરો અને વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.

સારા અલી ખાન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તે તેની શાનદાર તસવીરો અને વીડિયોને પણ શેર કરતી રહે છે. હાલ સારાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર પણ સારાનો આ વીડિયોમાં અંદાજ ધૂમ મચાવી હર્યો છે.

સારા અલી ખાનના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે દરિયાની અંદર જેટ સ્કીનો કેવી રીતે આનંદ માણી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ પસંદ કરી લીધો છે. તેમજ લાખો લોકોએ આ વીડિયોને નિહાળી પણ લીધો છે.

આ વીડિયોના કેપશનમાં સારાએ લખ્યું છે, “અમે નીકળ્યા અમારી જેટ સ્કી ઉપર, ખરો સમુદ્ર છે મીઠા જેવો, અમારા ત્રણેયનો એડવેન્ચર ટાઈ. ઝડપી હવાઓમાં વાળ ઉડી રહ્યા છે પરંતુ પોતે ફ્રી અનુભવી રહ્યા છીએ. અમે હસી રહ્યા છીએ. ગાઈ રહ્યા છીએ. મને લાગે છે કે આ જિંદગી જીવવા અને પ્રેમ માટે જરૂરી છે. અને મારી મિત્રએ તે ખુબ જ સરળ કરી આપ્યું. તેમની સાથે મોજ મસ્તી અને મજાની 100 ટકા ગેરેન્ટી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


સારા અલી ખાનના કેરિયરની જો વાત કરવામાં આવે તો તેને વર્ષ 2018માં ફિલ્મ “કેદારનાથ”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. તેને છેલ્લે ફિલ્મ “કૂલી નંબર 1″માં જોવામાં આવી હતી. તે જલ્દી ફિલ્મ “અતરંગી રે”માં નજર આવશે.

Niraj Patel