ગાયક કેકેની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં સંગીત જગતમાંથી આવ્યા દુઃખના સમાચાર, આ દિગ્ગજ સંતુર વાદકનું થયું નિધન
ઇન્ડસ્ટ્રીમાંથી છેલ્લા થોડા દિવસમાં ઘણી દુઃખદ ખબરો સામે આવી છે, થોડા દિવસમાં જ બે ગાયકો દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, તેમના આજે જ ગાયક કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, હજુ તો તેમના ચિતાની આગ પણ ઠંડી નથી થઇ ત્યાં વધુ એક સમાચારે દેશવાસીઓને શોકમાં મૂકી દીધા છે.
હાલ ખબર આવી છે કે સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન થયું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા, પરંતુ આજે ગુરુવારે તેમની તબિયત લથડી અને પછી તેમના નિધનના સમાચાર આવ્યા. તેમના નિધનથી શાસ્ત્રીય સંગીતની એક મોટી ખોટ છે જે ક્યારેય ભરાશે નહીં.
ગયા મહિને પંડિત શિવકુમાર શર્માનું પણ અવસાન થયું અને હવે ભજન સોપોરી. તેમના યોગદાન માટે, તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાલિદાસથી નવાજવામાં આવ્યા છે. તેઓ સોપોરી સુફિયાના ઘરાનાના હતા અને તેમણે પોતાની કલાના જોરે આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી હતી.
તેમની કળા માટે તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ 74 વર્ષની ઉંમરે તબિયતે તેમને સાથ આપવાનું બંધ કરી દીધું હતું. તેમને સારવાર માટે ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડૉક્ટરોએ પણ પૂરા પ્રયાસો કર્યા હતા, પરંતુ ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા અને સંગીતની દુનિયામાં એક વિશાળ શૂન્યતા છોડી દીધી.
ભજન સોપોરી કાશ્મીરનો રહેવાસી હતા. તેમનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો. તેમનું પૂરું નામ ભજનલાલ સોપોરી છે અને તેમના પિતા પંડિત એસએન સોપોરી પણ સંતૂર વાદક હતા. તેઓ સુફિયાના ઘરાનાના હતા અને તેમણે પોતાની કલાના જોરે આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી હતી.