ઉફફફ.. આ ટીવી અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, જુઓ

ટીવીની આ સંસ્કારી શેખ અભિનેત્રીએ એવા એવા ફોટોસ ખેંચાવ્યા કે જોતા જ આંખોને ઠંડક મળશે, જુઓ PHOTOS

“એક હસીના થી” અને “ઇશ્ક દા રંગ સફેદ” જેવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સંજીદા શેખ આ દિવસોમાં તેના બોલ્ડ ફોટોશૂટને લઇને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ સંજીદાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં સંજીદા ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. સંજીદા શેખે ફોટોશૂટ કરાવતા એક બાદ એક કાતિલાના પોઝ પણ આપી રહી છે. તેના કિલર લુકે તો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે.

સંજીદા શેખ ટીવી જગતની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી તેની ખૂબસુરતી અને અદાકારીના દમ પર જાણિતી છે. હાલમાં તેની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે, આ તસવીરોએ તો ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.

સંજીદા આ દિવસોમાં ભલે પડદાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલ તો તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

આમ તો સંજીદા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. સંજીદાએ ટીવી અભિનેતા આમિર અલી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કપલ પહેલા 7 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા અને તે બાદ તેમણે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન લાંબા ચાલ્યા નહિ અને બને વર્ષ 2019માં અલગ થઇ ગયા.

કપલના અલગ થયા બાદ ઘણી અટકળો સામે આવી હતી. જો કે, કેટલાક રીપોર્ટમાં તો એ પણ કહેવામાં આવ્યુ હતુ કે, અભિનેતા હર્ષવર્ધન રાણેને કારણે આ કપલ વચ્ચે દૂરી આવી અને તેઓ બાદમાં અલગ થઇ ગયા. તમને જણાવી દઇએ કે, કપલે વર્ષ 2020માં ઘોષણા કરી હતી કે તેમની એક વર્ષની દીકરી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સંજીદા તેના એક પ્રોજેક્ટના શુટિંગ લંડનમાં કરી રહી હતી ત્યારે તે હર્ષવર્ધન રાણેની નજીક આવી ગઇ હતી. તે બાદ બંનેનું અફેર શરૂ થઇ ગયુ હતુ. મુંબઇ પાછા આવ્યા બાદ સંજીદાએ તેનો સામાન પેક કરી આમિર અલીનું ઘર છોડી દીધુ હતુ.

ટેલિવિઝનમાં કામ કરતા કરતા જ સંજીદા શેખને આમિર અલી સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ 6-7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ અને તે બાદ વર્ષ 2012માં લગ્ન કરી લીધા. બંનેએ સાથે ટીવી શો “નચ બલિયે 3″માં ભાગ લીધો હતો અને આ શો તેઓ જીત્યા પણ હતા.

સંજીદાએ વર્ષ 2006માં “કયા હોગા નિમ્મો કા”થી ટેલિવિઝનની દુનિયામાં પગ મૂક્યો હતો. સંજીદાને પહેલા ટીવી શોથી ઘણી સારી એવી ઓળખ મળી હતી.

તે બાદ તેણે “કયામત” “ઇશ્ક કા રંગ સફેદ” “એક હસીના થી” “લવ કા હે ઇંતઝાર” “પિયા કા ઘર પ્યારા લગે” જેવી અનેક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, સંજીદાએ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેનો અભ્યાસ પૂરો કર્યો હતો.

સંજીદાએ બોલિવુડ ફિલ્મ “બાગબાન” “પંખ” અને “નવાબઝાદે”માં જોવા મળી ચૂકી છે. તે ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલ ફિલ્મ “તૈશ”માં પણ જોવા મળી હતી. 

 

Shah Jina