ગિફ્ટ સિટીમાં “ફિલ્મફેર એવોર્ડ 2024″માં આ ફેમસ ગુજરાતી કલાકારે માણી બિયર ની મજા… તસવીરો શેર કરી લખ્યુ-‘ગુનાહીત લાગણી વગર ગુજરાતમાં દારુ પીધો’

એ તો બધા જાણે જ છે કે ગાંધીનગરમાં જે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી બનાવવામાં આવ્યુ છે, તે ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે અને થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા દારૂના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરાયો હતો.

ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે હાલમાં જ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર 2024 એવોર્ડ યોજાયો હતો, આ દરમિયાન ફિલ્મસ્ટારનો જમાવડો થયો હતો. બોલિવૂડ સેલેબ્સની સાથે સાથે ઘણા ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી અને ગિફ્ટ સિટીના મહેમાન બન્યા હતા.

આ દરમિયાન આગંતુકો માટે દારૂની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક ગુજરાતી કલાકારે પણ મહેફિલની મજા માણી. આ ગુજરાતી કલાકાર બીજુ કોઇ નહિ પણ સંજય ગોરડિયા છે. સંજય ગોરડિયા પણ ફિલ્મફેર એવોર્ડ માટે ગાંધીનગર આવ્યા હતા અને આ દરમિયાન તેમણે પણ ખૂબ મજા માણી હતી. સંજય ગોરડિયાએ ફેસબુક પર બે તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તેમના હાથમાં બિયર જોવા મળી રહી છે.

આ તસવીરો શેર કરતા સંજય ગોરડિયાએ લખ્યુ- ગઇકાલે ઇતિહાસમાં પહેલી વાર ગુનાહીત લાગણી વગર ગુજરાતમાં દારુ પીધો. ગીફટ સીટી, ગાંધીનગરમાં ફીલ્મ ફેર એવોર્ડમાં બીઅરની લજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતુ પણ બીઅર અને વેજ નોનવેજ જમવાનું ટોપના પેટનું હતુ.

Shah Jina