સંજય દત્ત વીડિયો: કેન્સરથી ઠીક થયા પછી આવી થઇ સંજય દત્તની હાલત, લાકડીના સહારે…ફેન્સ થયા અપસેટ

પુત્રની સાથે સ્ટિકનો સહારો લઇ ચાલતા દેખાયા સંજય દત્ત, શું વાગ્યું છે તેમને ? વીડિયો જોઈને ફેન્સને થયું દુઃખ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સંજયનું જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. સંજયની જેમ તેની પત્ની માન્યતા દત્તા પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના પર્સનલ લાઈફ સાથે જોડાયેલી પોસ્ટ ચાહકો સાથે શેર કરતી રહે છે અને તે તેના જીમથી લઈને ફેશન સુધીના વીડિયો શેર કરતી રહે છે.

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત આ દિવસોમાં તેના પરિવાર સાથે દુબઈમાં છે. તાજેતરમાં માન્યતાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને સંજય દત્તના ચાહકો પરેશાન થઈ ગયા છે. માન્યતા દત્તે સંજય દત્ત અને તેના પુત્ર શહરાનનો એક વીડિયો શેર કર્યો છે જેમાં સંજય દત્ત અને તેનો પુત્ર બંને સ્ટિકની મદદથી ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સંજય દત્ત તેના પુત્ર શહરાન સાથે ચાલી રહ્યા છે. આ દરમિયાન તેના હાથમાં સ્ટિક છે અને તે તેની મદદથી ચાલી રહ્યો છે. સંજય દત્ત સિવાય તેનો દીકરો શહેરાન પણ લંગડાતો નજર આવી રહ્યો છે. વીડિયોની સાથે માન્યતા દત્તે લખ્યું, ‘પિતા અને પુત્ર બંને રસ્તાના રિકવરીની રાહ પર છે.’

વીડિયોમાં જોઈ શકાય છે કે સંજય દત્તે સફેદ પેન્ટ અને વાદળી શર્ટમાં જોવા મળે છે અને શહરાન પીળા ટી-શર્ટ સાથે સફેદ રંગના શોર્ટ્સ પહેર્યા છે. પિતા અને પુત્ર આ ક્ષણને ખૂબ માણી રહ્યા હોય તેવું લાગે છે.

માન્યતા દત્તે આ પહેલા પણ પોતાના પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે તસવીરમાં તેના પગ પર પ્લાસ્ટર બાંધેલું નજર આવી રહ્યું  છે. તસવીરમાં તેની બહેન ઇકરા પણ શહરાન સાથે જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ પછી તેને ફેફસાના કેન્સર છે તેવી ખબર પડી હતી. તેમણે કીમોથેરાપીના ઘણા રાઉન્ડ ચાલ્યા હતા. તે પછી તે કેન્સર મુક્ત બન્યા હતા. સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ કેજીએફ: પાર્ટ 2 માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by SANJUSHONA❤ (@sanju_ki__diwani)

Patel Meet