સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના થઇ ગયા છૂટાછેડા ? આ તસવીર છે સબૂત…વિશ્વાસ નહિ આવે આવું થઇ ગયું

Sania Mirza Shoaib Malik Divorce: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ફરી એકવાર છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા છે. આ વખતે શોએબ મલિકે પોતે આ સમાચારને વધારો આપ્યો છે. આના થોડા મહિના પહેલા પણ તેમના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા હતા અને કહેવામાં આવી રહ્યું હતું કે બંને અલગ થઈ ગયા છે. બીજી તરફ શોએબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં મોટો ફેરફાર કર્યો છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડા
સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પહેલા જે લખવામાં આવ્યુ હતુ તે હવે તેણે હટાવી દીધુ છે. પહેલા પાકિસ્તાની ક્રિકેટરનો ઇન્સ્ટા બાયો હતો- “સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ.” પરંતુ હવે મલિક દ્વારા બાયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેણે હવે તેના બાયોમાંથી કાઢી નાખ્યું છે કે તે સાનિયા મિર્ઝાનો પતિ છે અને તેણે બાયોમાં લિવ અનબ્રોકન એડ કરી દીધુ છે. ડિવોર્સ રૂમર્સ બાદ સાનિયા અને શોએબનો નવો ટોક શો ‘ધ મિર્ઝા મલિક શો’ પણ આવ્યો.

પાકિસ્તાની ક્રિકેટરે બદલ્યો ઇન્સ્ટા બાયો
જેણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું. સાનિયા અને શોએબના આ પ્રોગ્રામના ઘણા એપિસોડ પણ આવી ચૂક્યા છે. આ કાર્યક્રમ માત્ર પાકિસ્તાની ચેનલ પર પ્રસારિત થઈ રહ્યો છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ અંગે શોએબ અને સાનિયા તરફથી કોઈ નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું નથી.

પાકિસ્તાની એક્ટ્રેસ આયશા સાથે અફેરની ચર્ચા
પહેલા સમાચારોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે શોએબ મલિકે સાનિયા મિર્ઝાને દગો આપ્યો છે. મલિકનું પાકિસ્તાની અભિનેત્રી આયશા ઉમર સાથે અફેર છે. શોએબ અને આયશાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. વાયરલ તસવીરોને લઈને એક્ટ્રેસ આયશાએ કહ્યું હતું કે આ એક જાહેરાતની તસવીરો છે. જણાવી દઇએ કે સાનિયા અને શોએબ મલિકના લગ્ન 2010માં થયા હતા.

શોએબ અને સાનિયાનું લગ્ન જીવન
કહેવાય છે કે લગ્ન પહેલા બંનેએ લગભગ 5 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના લાંબા સમય પછી 30 ઓક્ટોબર 2018ના રોજ શોએબ અને સાનિયા પુત્ર ઇઝાનના માતા-પિતા બન્યા. ઉલ્લેખનીય છે કે, શોએબ મલિક સાથે લગ્ન કરતા પહેલા સાનિયા મિર્ઝાની તેના બાળપણના મિત્ર સાથે સગાઈ તૂટી ગઈ હતી.

Shah Jina