મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, પૈસા વસૂલ થશે કે નહિ ? જાણો

પરિવાર એ જ છે કે જ્યાં પ્રેમ હોય છે અને એ જ પ્રેમમાં બલિદાન….આવી ગઈ છે પારિવારિક ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ…. આ ફિલ્મ 18 જુલાઇએ થિયેટરમાં રીલિઝ થઇ ગઇ છે.

‘સંઘવી એન્ડ સન્સ’ એ એક એવા ગુજરાતી પરિવારીક પૃષ્ઠભૂમિની ફિલ્મ છે, જ્યાં પિતા નવનીતરાય સંઘવી (મનોજ જોશી) પોતાના ઘરના દરેક સભ્યમાં સંસ્કારના બીજ વાવે છે. ફિલ્મ એક એવા પરિવારમાં લઈ જાય છે, જ્યાં હેતાળ સંબંધો છે, પણ સાથે થોડો તણાવ પણ છે. પિતાના મૂલ્યો અને દીકરાઓની નવી પેઢીની અપેક્ષાઓ વચ્ચેની ઉથલપાથલ અદભુત રીતે દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં નવનીતરાય સંઘવી તરીકે મનોજ જોશી એ એક એવા પાત્રને જીવંત કર્યો છે જે જીવનભર સંસ્કાર અને પરિવારની એકતાને જ જીવનમૂલ્ય માને છે. પરંતુ જેમ તેમના દીકરા યુવાનો બન્યા છે, તેમ સમજણ, વ્યવહાર અને જીવનજીવન વિશેની દ્રષ્ટિ બદલાઈ છે.ફિલ્મની ખાસિયત એ છે કે તે કોઈ પણ પાત્રને ખલનાયક તરીકે રજૂ કરતી નથી.

અભિનય
મનોજ જોશી (નવનીતરાય સંઘવી)
મનોજ જોશી માટે આ પાત્ર એકદમ ફિટ છે. તે શાસ્ત્રીય ગુજરાતી પિતાની છબી આપે છે – જેમાં ગરિમા છે અને નમ્રતા પણ છે. ખાસ કરીને એક દૃશ્યમાં જ્યારે તે પરિવારના ભાંગેલા એકતાને જોઈને મૌન રહે છે – ત્યાં તેમનું નિઃશબ્દ અભિનય ઘણું બોલી જાય છે.

હિતેન તેજવાણી (અસ્મિત)
હિતેન એક એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે પિતાના મૂલ્યોને સન્માન આપે છે પણ પોતાના વ્યક્તિત્વ માટે જગ્યા શોધે છે.

કોમલ ઠક્કર અને કિંજલ ધામેચા
બે જુદી જુદી સ્ત્રી પાત્રો – એક જે પરંપરાની વાત કરે છે, બીજી જે પોતાનો અવાજ શોધવા તત્પર છે. બંનેના દ્રષ્ટિકોણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે.

ગૌરવ પાસવાલા
ગૌરવ પાસવાલા પણ પોતાની જગ્યા પર ખરા ઉતરે છે, ખાસ કરીને જ્યાં પરિવારમાં તણાવ છે ત્યાં એના અભિનયમાં સતત ટકાવ છે.

ફિલ્મની સિનેમાટોગ્રાફી ખુબ સુંદર છે– ગુજરાતી ઘરોની સાવ અંગત-પ્રેમાળ માહોલને કેમેરા શાંતિથી પકડે છે. સંગીત મધુર છે અને કથાના ભાવ સાથે મેળ ખાતું છે. એડિટિંગ પણ ટાઈટ છે – ફિલ્મ ક્યાંય લંબાય એવી લાગણી થતી નથી.

‘સંઘવી એન્ડ સન્સ’ એ એક દર્પણ છે, જે દર્શાવે છે કે ઘરમાં સૌ એકબીજાથી જુદા હોય શકે – પણ જ્યાં સમજણ હોય, ત્યાં વિમતા પણ સંબંધ તોડતી નથી. અહીં જોઈ લો આ ફિલ્મ નું અધભૂત ટ્રેલર જે ગુજ્જુરોક્સ પર પણ ખુબ જ વાયરહ થયું છે અને 50,000 થી કરતા પણ વધારે ગુજરાતીઓએ આ ટ્રેલર ને શેર કર્યું છે . 10 લાખથી વધારે વખત આ ટ્રેલરને ગુજ્જુરોક્સ પર પ્લે મળ્યા છે.

Previous Article

BREAKING NEWS: સેનાનું એરક્રાફટ ક્રેશ ! સ્કૂલમાં ઘૂસ્યુ લડાકૂ વિમાન, 19 મોત- અનેક ઘાયલ; જુઓ વીડિયો

Next Article

લંડનમાં ઇસ્કોન મંદિરના વેજ રેસ્ટોરન્ટમાં વિદેશીએ ખાધુ ચિકન, ભડક્યો બાદશાહ, કહ્યુ- આને ચિકનની નહિ, ચહેરા પર ચપલ્લોની ભૂખ છે...

error: Unable To Copy Protected Content!