‘મેરે મહેબૂબ કયામત હોગી’ ફેમ સિંગરે GF સાથે નાગાલેન્ડ રીતિ-રિવાજ અનુસાર લગ્ન- જુઓ કપલની ખૂબસુરત તસવીરો

સનમ પુરીએ નોર્થ-ઇસ્ટની છોકરી સાથે કર્યા લગ્ન, નાગાલેન્ડ રિવાજ સાથે પુરી થઇ સેરેમની, 6 વર્ષ નાની છે સિંગરની દુલ્હન

સિંગર સનમ પુરીએ ગર્લફ્રેન્ડ ઝુચોબેની તુંગો સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ખૂબસુરત તસવીરો

લોકપ્રિય ગાયક અને યુટ્યુબર સનમ પુરીએ નાગાલેન્ડની રહેવાસી ઝુચોબેની તુંગો સાથે લગ્ન કરી લીધા છે. 31 વર્ષિય સનમ પંજાબથી તાલ્લુક રાખે છે, તેણે ગીતોના રિક્રિએટેડ વર્ઝનથી લોકપ્રિયતા મેળવી છે. તે સિંગર હોવા ઉપરાંત ફેમસ યુટ્યુબર પણ છે. સનમ અને ઝુચોબેની તુંગોના લગ્ન નાગા અને પંજાબી રિવાજ મુજબ થયા હતા.

સનમ પુરીએ કર્યા લગ્ન

સનમ પુરીની ઉંમર 31 વર્ષની જ્યારે તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ ઝુચોબેની તુંગો તેના કરતા 6 વર્ષ નાની એટલે કે 25 વર્ષની છે. સનમ માટે આ એક ડ્રીમી ડેસ્ટિનેશન વેડિંગ હતા. લગ્ન સમારોહમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકોએ હાજરી આપી હતી. સનમ પુરીના ફેન પેજ પરથી લગ્નની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે.

6 વર્ષ નાની છે સિંગરની દુલ્હન

એક વીડિયોમાં સનમને નાગાલેન્ડની ખ્રિસ્તી વિધિ કરતા જોઈ શકાય છે. તસવીરોમાં સનમ બ્લેક ટક્સીડોમાં જ્યારે ઝુચોબેની તુંગો વ્હાઇટ ગાઉનમાં જોવા મળી રહી છે. સનમ પુરીની પત્ની ઝુચોબેની તુંગો નાગાલેન્ડની રાજધાની કોહિમાની રહેવાસી છે. સનમે એક ઈન્ટરવ્યુમાં લગ્નની વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતુ કે લગ્ન પંજાબી-નાગા રિવાજથી થશે.

નાગાલેન્ડ રીતિ-રિવાજ અનુસાર થયા લગ્ન

ઝુચોબેની તુંગોએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્નની આગલી રાત્રે તેણે બંને પરિવારો સાથે ડિનરમાં નાગા અને પંજાબી ફૂડ લીધું હતું. આ સમયગાળા દરમિયાન નાગા પરંપરાનો આનંદ માણવામાં આવ્યો હતો. ડિનર બાદ લગ્નનું રિહર્સલ પણ થયું.

હનીમુનની વાત પર કહ્યુ આવું

જ્યારે સનમ પુરીને હનીમૂન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આ દિવસોમાં શોમાં વ્યસ્ત છે, તેમ છતાં તેણે લગ્ન કર્યા છે. આ સીઝન બાદ તે પત્ની સાથે હનીમૂન પર જશે. જણાવી દઇએ કે, સનમ પુરીની પત્ની ઝુચોબેની તુંગો પણ સનમના બેન્ડનો એક ભાગ છે. આ સિવાય તે મોડલિંગ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi (@sanam_juhi)

Shah Jina