પૂરુ થયુ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડનાર સના ખાનનું મોટું સપનું, રસ્તામાં કેમ રડતી રહી ? જુઓ

બોલિવૂડ અને એક્ટિંગની ગ્લેમરસ દુનિયાને અચાનક અલવિદા કહેનારી સના ખાન આજે પણ હેડલાઇન્સમાં રહે છે. ગુજરાતના મૌલવી સાથે લગ્ન કર્યા પછી તેની જીવનશૈલી ભલે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય, પરંતુ તે હજી પણ તેના ચાહકોને તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપે છે. શોબિઝની દુનિયાને અલવિદા કહી ચૂકેલી સના ખાન હવે અલ્લાહની ઇબાદતમાં વ્યસ્ત છે. બકરી ઇદ પહેલા સના તેના પતિ અનસ સૈયદ સાથે હજ પર પહોંચી હતી. મદીના જતા પહેલા સના ખાને તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

સનાએ એક સુંદર કેપ્શન પણ લખ્યું, જેમાં તેણે તે બધા લોકોની માફી માંગી છે જેમને તેણે ક્યારેય દુઃખ પહોંચાડ્યું છે. તસવીરો બાદ હવે સનાએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેની હજ યાત્રા વિશે ઘણી વાતો કહેતી જોવા મળી રહી છે. ગ્લેમર વર્લ્ડથી દૂરી બનાવી લીધા બાદ સના ખાને પોતાનું જીવન સંપૂર્ણ રીતે અલ્લાહને સમર્પિત કરી દીધું છે. સના ઘણીવાર સોશિયલ મીડિયા પર દુઆ કરતી વખતે વીડિયો અને તસવીરો શેર કરે છે. સનાએ તેના વ્લોગમાં હજ યાત્રાને લઈને તેની લાગણીઓ શેર કરી છે.

સના એરપોર્ટ પર પહોંચતા જ ભાવુક થઈ ગઇ હતી. સનાના પતિ અનસ સૈયદે વીડિયોમાં તેની દરેક લાગણીને કેદ કરવાનો પ્રયાસ કર્યો છે. અનસ વીડિયો બનાવી રહ્યો છે અને વાત કરતી વખતે સના ઈમોશનલ થઈ જાય છે. તે હજ માટે એટલી ખુશ છે કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. સના વીડિયોમાં કહી રહી છે કે અનસના કારણે તેનું હજ કરવાનું સપનું સાકાર થયું છે. સનાની આંખોમાંથી નીકળતા આંસુ કહી રહ્યા છે કે તે કેટલી જુસ્સાથી હજ માટે જઇ રહી છે. સાઉદી અરેબિયા પહોંચ્યા પછી સનાએ તેના હોટલના રૂમની એક ઝલક પણ શેર કરી.

હોટલના રૂમમાં પહોંચીને તે કહે છે કે તેની અત્યાર સુધીની સફર ઘણી ખાસ રહી છે, પરંતુ તેની સૂજી ગયેલી આંખો પરથી ખબર પડે છે કે તે રસ્તામાં ખૂબ રડી છે. આ સિવાય તેના ચહેરા પર થોડો થાક પણ જોવા મળ્યો હતો. સના ખાને વચન આપ્યું છે કે તે જલ્દી જ તેની બાકીની મુસાફરી લોકો સાથે શેર કરશે. ગુરુવારથી હજયાત્રાનો પ્રારંભ થયો હકો. આ વખતે લગભગ 10 લાખ લોકોને હજ કરવા માટે સાઉદી અરેબિયાથી મંજૂરી મળી છે. કોવિડ રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી હજ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સનાએ લાંબા સમય પહેલા જ શોબિઝની દુનિયાથી સંપૂર્ણપણે પીઠ ફેરવી લીધી હતી. હવે સના ન તો કોઈ શોમાં જોવા મળે છે કે ન તો કોઈ ફિલ્મમાં. જયારથી તેણે ઇન્ડસ્ટ્રી છોડી છે ત્યારથી તે બુરખા કે હિજાબમાં જ જોવા મળે છે. સનાએ વેસ્ટર્ન સાથે રહેવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે.

Shah Jina