શોએબ મલિકને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચેલી ત્રીજી પત્ની સના જાવેદને લાગી ગયુ મરચું, PSL મેચમાં લોકોએ લગાવ્યા સાનિયા મિર્ઝાના નારા…જુઓ વીડિયો

‘સાનિયા…સાનિયા…’ ફેન્સની નારેબાજીથી ટ્રોલ થઈ શોએબ મલિકની ત્રીજી બૈરી સના જાવેદ, જીવ બાળી ગયો, જુઓ વાયરલ વીડિયો

20 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે હજુ તો થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શોએબ મલિક સાથે નિકાહ કર્યા હતા. શોએબના તેની બીજી પત્ની સાનિયા મિર્ઝા સાથેના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ બંનેએ તેમના છૂટાછેડા પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

સાનિયા મિર્ઝાથી અલગ થવાની જાહેરાત કર્યા વિના જ શોએબે તેના ત્રીજા નિકાહની તસવીરો શેર કરી બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ પછી સના અને શોએબને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં સના જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને સાનિયાના નામથી ટીઝ કરવામાં આવી રહી છે એટલે કે ચિડાવવામાં આવી રહી છે.

સિરિયલ ‘સુકૂન’માં જોવા મળેલી સના જાવેદ હાલમાં જ પાકિસ્તાન સુપર લીગ (PSL) મેચ માટે સ્ટેડિયમમાં તેના પતિને સપોર્ટ કરવા પહોંચી હતી. અહીં કેટલાક દર્શકોએ તેને જોઇ ‘સાનિયા…સાનિયા’ બૂમો પાડવાનું શરૂ કર્યું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, અને ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, સના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી રહી હતી અને ત્યારે સ્ટેન્ડમાં હાજર કેટલાક દર્શકોએ તેને જોઇ સાનિયાના નામની બૂમો પાડવાનું શરૂ કર્યુ. આ પછી સનાનું જે રિએક્શન હતુ તે જોવાલાયક હતુ. જણાવી દઇએ કે, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે શોએબ મલિકે ગયા મહિને પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથેના તેના ત્રીજા નિકાહની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જો કે, સાનિયા-શોએબે ક્યારેય છૂટાછેડા કે બંને વચ્ચેના મતભેદને લઇને ક્યારેય ખુલીને વાત નથી કરી. શોએબ અને સાનિયાને એક પુત્ર છે. સના સાથેના નિકાહની શોએબની જાહેરાત બાદ સાનિયાના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમની પુત્રીએ ક્રિકેટર પાસેથી ખુલા (પતિથી અલગ થવાનો પત્નીનો અધિકાર) લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina