શિલ્પા શેટ્ટીએ પોતાની 2 વર્ષની દીકરીને શીખવાડ્યો ગાયત્રી મંત્ર, સમીશાના ક્યુટ અવાજમાં ગાયત્રી મંત્ર સાંભળી બિપાશા બસુએ કરી દીધી આ કમેન્ટ..

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. ચાહકોની સાથે, સેલેબ્સ પણ તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ  પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિલ્પા દીકરી સમિશાને સમજાવે છે. એટલું જ નહીં, તે તેને ગાયત્રી મંત્રના પાઠ પણ શીખવે છે. અત્યારે તો સમિશાના આ ક્યૂટ વીડિયોએ ફેન્સનું દિલ જીતી લીધું છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ તેનો અને દીકરી સમિશાનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે.જેમાં શિલ્પા તેને ગાયત્રી મંત્રનો પાઠ કરવાનું કહે છે.

સમિશા તેના ક્યુટ અવાજમાં મંત્રનો જાપ કરે છે. નાની સમીશાનો આ ક્યૂટ વીડિયો ચાહકોના દિલને સ્પર્શી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમિશા હજુ 2 વર્ષની પણ થઇ નથી. પરંતુ હવેથી તેને આ રીતે જોઈને ચાહકો આશ્ચર્યમાં છે અને ખુશ પણ છે. આ પોસ્ટ શેર કરતી વખતે, શિલ્પાએ પોતે પણ હૃદયસ્પર્શી વાતો લખી છે. તેણે લખ્યું- બાળકોનું હૃદય ખરેખર સૌથી શુદ્ધ હોય છે, સમિશાને કરુણા અને સહાનુભૂતિ અનુભવતા જોવું અદ્ભુત છે. પ્રાર્થના અને વિશ્વાસની શક્તિ વિશ્વને ચલાવી રહી છે.

આ વીડિયો જોયા બાદ ફેન્સ અને સેલેબ્સ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી. અભિનેત્રી બિપાશા બસુએ હાર્ટ ઇમોજી બનાવીને બંનેના વખાણ કર્યા છે. સાથે જ સુઝૈન ખાને પણ શિલ્પાના વખાણ કર્યા હતા. ફેન્સ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા ન હતા. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું- તમે અને તમારો ઉછેર. જ્યારે બીજાએ લખ્યું- તમે કામની સાથે બાળકો અને પરિવાર પર કેટલું ધ્યાન આપો છો.

મા-દીકરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોના દિલને સ્પર્શી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સમિશાનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના રોજ થયો હતો. સમીશાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો અને શિલ્પાએ 21 ફેબ્રુઆરી 2020ના રોજ સોશિયલ મીડિયા પર માતા બનવાનો આનંદ શેર કર્યો હતો.

Shah Jina