તલાક લેવાની વાત પર ટ્રોલ કરતા લોકોને સામંથાએ આપ્યો કરાર જવાબ, કહ્યુ- મારા અફેર રહ્યા છે અને મેં ગર્ભપાત…

ટ્રોલ કરનારા લોકો પર બરાબરની ભડકી સામન્થા, કહ્યું મારું લફરું….જાણો વિગત

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ક્યુટ કપલ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય હવે અલગ થઇ ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના તલાકની ખબરો ચર્ચામાં હતી. પરંતુ હાલમાં થોડા સમય પહેલા જ તે બંનેએ તલાકની ખબરોની પુષ્ટિ કરી હતી. તલાક બાદથી સામંથાને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, જેમાંની એક છે કે તેનું કોઇની સાથે અફેર ચાલી રહ્યુ છે અને જેને કારણે નાગા ચૈતન્ય અને તેના છૂટાછેડા થઇ રહ્યા છે.

નાગા સાથે અલગ થવાની અટકળો પર હવે સામંથાએ ચુપ્પી તોડી છે. સામંથા રૂથ પ્રભુએ તેના અને નાગાના તલાકની ઘોષણા બાદ તેના વિરૂદ્ધ ફેલાવવામાં આવેલી જૂઠી અફવાઓ અને કહાનીઓ પર કરારો જવાબ આપ્યો છે. ટ્વીટર પર સામંથાએ તેનું નિવેદન જારી કરતા લખ્યુ કે, તલાક એક ખૂબ જ દર્દનાક પ્રક્રિયા છે. સતત થઇ રહેલ વ્યક્તિગત હુમલાએ તેને વધુ કઠિન બનાવી દીધી છે.

સામંથાએ લખ્યુ કે, વ્યક્તિગત સંકટમાં તમારા ભાવનાત્મક નિવેશે મને અભિભૂત કરી દીધી છે. ઊંડી સહાનુભૂતિ, ચિંતા બતાવવી, ખોટી અફવાઓ અને ફેલાવવામાં આવી રહેલી કહાનીઓ વિરૂદ્ધ મારો બચાવ કરવા માટે તમારા બધાનો આભાર. તે કહે છે કેે મારા અફેર્સ છે, મને કયારેય બાળત નથી જોઇતા. હું એક અવસરવાદી છુ અને હવે મારો ગર્ભપાત થયો છે.

સામંથાએ કહ્યુ કે, તલાક પોતાનામાં જ એક દર્દનાક પ્રક્રિયા છે. તેમાંથી બહાર આવવા માટે મને એકલા છોડી દો. મારા પર વ્યક્તિગત રૂપથી આ એક હુમલો અથક રહ્યો છે. પરંતુ હું વાયદો કરુ છુ કે હું એવું કંઇ નહિ થવા દઉં, જે મને તોડે. જોકે, આ પહેલીવાર નથી કે જયારે તલાક લીધા બાદ મહિલાના ચરિત્રને નિશાન બનાવવામાં આવે, આ પહેલા ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પર પણ બીજા લગ્ન તોડવાનો આરોપ લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સામંથાએ વર્ષ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યાા હતા. જે સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને મેગાસ્ટાર નાગાર્જુન અક્કિનેકીના દીકરા છે. છેલ્લા સપ્તાહે એક નિવેદન શેર કરી સામંથા અને નાગાએ અલગ થવાની પુષ્ટિ કરી હતી. બંનએ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે, તેઓએ પતિ-પત્ની તરીકે તેમના રસ્તા અલગ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ સારા મિત્રો રહેશે.

Shah Jina