સલમાન ખાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર- જાણો હકીકત

બોલીવુડના ભાઈજાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર, જાણો હકીકત

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો સિક્કો ચાલી રહ્યો છે. આજે આખા બોલિવૂડમાં સલમાન ખાન એક એવો એક્ટર છે કે જેના વગર બોલિવૂડમાં પગ મુકવો કદાચ થોડો મુશ્કેલ થઇ જતો હશે. સલમાન ખાન પોતાનું જીવન લક્ઝુરિયસ રીતે જીવે છે. જો કે, સલમાન ખાન તેના લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેના ચાહકો જાણવા માંગે છે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે. બોલિવૂડના ગલિયારામાંથી અવાર નવાર કોઇ અભિનેતા અને અભિનેત્રીના લગ્નની ખબરો તો સામે આવતી જ રહેતી હોય છે.

ત્યારે બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો આજે પણ તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે. ચાહકોની આ રાહ હવે પૂરી થઇ હોય તેમ જણાઇ રહ્યુ છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાના લગ્નની તસવીર ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર કહેવાતા સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા ફિલ્મ ‘દબંગ’માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને લોકો સલમાન-સોનાક્ષીના લગ્નની વાતો કરવા લાગ્યા હતા.

પરંતુ હવે બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી છે. જેમાં સલમાન ખાન વરરાજાના કપડામાં જોવા મળી રહ્યો છે અને ભિનેત્રી સોનાક્ષી સિન્હા જે સલમાનની નજીક છે તેની માંગમાં સિંદૂર જોવા મળી રહ્યુ છે. સલમાન ખાન તેની દુલ્હનને વીંટી પહેરાવતો જોવા મળે છે. જો સલમાન ખાનના ફેન્સની વાત માનીએ તો સલમાને કહ્યા વગર જ લગ્ન કરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. સોનાક્ષી સિન્હાને વર્ષ 2010માં સલમાન ખાને લોન્ચ કરી હતી.

સલમાન અને સોનાક્ષીની જે તસવીર વાયરલ થઇ રહી છે તે વાસ્તવમાં ફોટોશોપની છે અને બોલિવૂડના ભાઈજાન હજુ સિંગલ છે. હા, લૂલિયા વંતુર સાથે તેના રિલેશનશિપમાં હોવાના સમાચારો હજુ પણ વાયરલ થઈ રહ્યા છે. સલમાન ખાનનું નામ જેકલીન ફર્નાન્ડિસથી લઈને ઝરીન ખાન સુધી જોડવામાં આવ્યું છે પરંતુ તેમના લગ્નના સમાચાર ખરેખર બકવાસ સિવાય કંઈ નથી. સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો, તેનું નામ એક્ટર ઝહીર ઈકબાલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં હોવાના સમાચારને નકારી કાઢતા સોનાક્ષી સિંહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝહીર તેના મિત્ર જેવો છે. સોનાક્ષીએ કહ્યું, ‘તે મારા માટે એક મિત્ર જેવો છે અને અમે આ સમાચાર પર ખૂબ હસ્યા કારણ કે તે ખૂબ જ રમુજી છે. સલમાન અને સોનાક્ષીની તસવીર કમ્પ્યુટરાઇઝ્ડ છે. સોનાક્ષી સિન્હા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે દબંગ સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે. સોનાક્ષી એક એવી અભિનેત્રી છે જે પોતાના દમ પર હિટ ફિલ્મ બનાવવાની શક્તિ ધરાવે છે.

Shah Jina