બોલિવૂડના કોરિડોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેના વિશે જાણીને તમે પહેલા તો ચોંકી જશો. પહેલી વારમાં તો તમને વિશ્વાસ જ નહિ થાય. જણાવીએ કે, તમે કંગના રનૌતની ફરિયાદથી વાકેફ હશો કે તે કહેતી હોય છે કે, બોલિવૂડમાંથી તેને કોઈ સપોર્ટ કરતું નથી. તે એકલી છે. જાહેરમાં તેની પ્રશંસા થતી નથી. તો તમને જાણીને ખુશી થશે કે કંગનાની આ ફરિયાદ હવે દૂર થઈ ગઈ છે. કંગના રનૌતને બોલિવૂડના મોટી સુપરસ્ટારનો સપોર્ટ મળ્યો છે. અહીં વાત થઈ રહી છે બોલિવુડના દબંગ સલમાન ખાનની.
બોલિવૂડની ક્વીન કંગના રનૌત આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. તેની ફિલ્મ “ધાકડ” રિલીઝ માટે તૈયાર છે. કંગના આ દિવસોમાં ધાકડના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે ફિલ્મ ધાકડનુ ટ્રેલર પણ રીલિઝ કરી દેવામાં આવ્યુ હતુ, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે. હવે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર શેર કર્યું છે. જે બાદ કંગના પોતાને રોકી શકી નહીં અને સલમાનનો આભાર માન્યો. કંગનાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે.
સલમાન ખાને ધાકડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટ્રેલર શેર કરતી વખતે તેણે લખ્યું- ધાકડની ટીમને શુભકામનાઓ. સલમાને આ પોસ્ટમાં કંગના રનૌત અને અર્જુન રામપાલને ટેગ કર્યા છે. સલમાનના ટ્રેલર શેર કર્યા બાદ કંગનાએ તેનો આભાર માન્યો હતો અને આ સાથે સાથે એક મોટી વાત કહી હતી. કંગનાએ ઇન્સ્ટા સ્ટોરી પર સલમાનની પોસ્ટ શેર કરતા લખ્યું- આભાર માય દબંગ હીરો, હાર્ટ ઓફ ગોલ્ડ. હું ક્યારેય નહીં કહું કે હું ઈન્ડસ્ટ્રીમાં એકલી છું.
ધાકડની સમગ્ર ટીમ વતી આભાર. કંગનાએ તેની સ્ટોરી પર વિદ્યુત જાનવાલની પણ પોસ્ટ પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સલમાન ખાનના જોરદાર વખાણ કરી રહ્યા છે. કંગના હાલમાં જ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ઈદ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. પરંતુ આ પાર્ટીમાં કંગનાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કંગનાની ફિલ્મ ધાકડ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાથે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની ટક્કર થવાની છે. જ્યારે કંગનાની ફિલ્મ એક્શનથી ભરપૂર હશે તો કાર્તિકની ફિલ્મ હોરર કોમેડી છે. હવે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તે જોવાનું રહ્યુ…