ભાઈજાનને યાદ આવી ગયો જૂનો પ્રેમ તો ગળે લગાવી બધાની સામે જ કરી લીધી એક્સ GF સંગીતા કિસ, જુઓ વીડિયો

સલમાન ખાને 62 વર્ષની જૂની પ્રેમિકા સંગીતા બિજલાનીને કરી કિસ, લોકો બોલ્યા- પહલા પહલા પ્યાર હૈ

બોલિવુડના દબંગ અને ભાઇજાન કહેવાતા સલમાન ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સલમાન ખાને બર્થ ડે પર એક ગ્રૈન્ડ પાર્ટી રાખી હતી, જેમાં બી ટાઉનના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને સલમાનને જન્મદિવસની શુભકામના આપી હતી. સલમાન ખાનને જન્મદિવસ પર સરપ્રાઇઝ આપવા બોલિવુડના કિંગ ખાન અને પઠાણ તેમજ ભાઇજાનનો એકદમ નજીકનો મિત્ર શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે કમાલની બોન્ડિંગ જોવા મળી હતી. આ ઉપરાંત સંગીતા બિજલાની પણ ભાઇજાનના બર્થ ડે બેશમાં પહોંચી હતી.

આ દરમિયાન સલમાન ખાન સંગીતા બિજલાનીને કિસ કરતો જોવા મળ્યો હતો. સંગીતા બિજલાનીનું નામ ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલું છે. આ દરમિયાન સલમાનના 57માં જન્મદિવસ પર સંગીતા પણ જોવા મળી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને કાર સુધી બહાર મૂકવા આવ્યો છે. આ દરમિયાન સલમાન સંગીતાને ગળે લગાડે છે અને પછી કપાળ પર કિસ કરે છે.

આ તસવીરો અને વીડિયો પરથી હવે ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શું સલમાન અને સંગીતા ફરી એકબીજાના પ્રેમમાં પડી ગયા છે ? બધે જ ચર્ચા છે કે કદાચ ભાઈજાન ફરીથી સંગીતાના પ્રેમમાં પડી ગયા છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સલમાન અને સંગીતા તાજેતરમાં જ સાથે દેખાયા હોય. આ પહેલા પણ સલમાન અને સંગીતાને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. સલમાન ખાન અને સંગીતા બિજલાની એક સમયે બી-ટાઉનનું સૌથી ફેવરિટ કપલ માનવામાં આવતું હતું.

કહેવાય છે કે આ બંને વચ્ચેનો સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો. સલમાન ખાને પણ ફિલ્મ નિર્માતા કરણ જોહરના શોમાં કબૂલ્યું હતું કે તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાનો હતો અને લગ્નના કાર્ડ પણ છપાયા હતા પણ કોઇ કારણે આ લગ્ન થઇ શક્યા નહિ અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. બર્થ ડે પાર્ટીની વાત કરીએ તો, સલમાન ખાને તેની બર્થડે પાર્ટીમાં હાઈ સિક્યોરિટી સાથે ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. સલમાને મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા અને પેપરાજી સાથે કેક પણ કાપી હતી.

જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા સામે આવ્યો હતો અને છવાઇ ગયો હતો. સલમાન દર વર્ષે પનવેલ ફાર્મ હાઉસમાં પોતાનો જન્મદિવસ ઉજવતો આવ્યો છે, પરંતુ આ વખતે બહેન અર્પિતા ખાનના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનીલ શેટ્ટી, સોનાક્ષી સિન્હા, તબ્બુ, લુલિયા વંતુર, અરબાઝ ખાન, સોહેલ ખાન, રિતેશ દેશમુખ, કાર્તિક આર્યન, જેનેલિયા ડિસોઝા, પૂજા હેગડે, કૃતિ ખરબંદા, સહિત અનેક સ્ટાર્સ ભાઈજાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પાર્ટીમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina