સલમાન ખાને પોતે જણાવી સાપના કરડવાની કહાની, એક નહિ પરંતુ ત્રણ વાર ઝેરીલા સાપે માર્યો ડંખ અને પછી…

કરોડો દિલો પર રાજ કરનાર બોલિવૂડના દબંગ સલમાન ખાનનો આજે જન્મદિવસ છે. દેશભરમાં ચાહકો સલમાનના જન્મદિવસની ઉજવણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે ત્યારે જન્મદિવસના એક દિવસ પહેલા તેમને સાપ કરડ્યો હતો. આ સમાચારે તમામ ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. જો કે, થોડા કલાકોની સારવાર બાદ સલમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સલમાન પનવેલના ફાર્મહાઉસમાં ક્રિસમસ અને જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. ત્યાં તેમને કેવી રીતે સાપ કરડ્યો તે વાત હવે ખુદ સલમાન ખાને મીડિયાને જણાવી છે.

સાપના ડંખ માર્યા પછી અભિનેતાના સ્વાસ્થ્ય માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ સલમાનને સાપે ક્યારે અને કેવી રીતે ડંખ માર્યો ? આ સવાલ અભિનેતાના દરેક ચાહકોના મનમાં છે. હવે સલમાને પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા થયેલા આ અકસ્માતની માહિતી શેર કરી છે. સલમાને આ અકસ્માત વિશે જણાવ્યું – મારા ફાર્મહાઉસમાં એક સાપ આવી ગયો હતો. હું તેને લાકડીના સહારે બહાર લઈ જતો હતો. પણ તે ધીમે ધીમે મારા હાથ પર આવ્યો. પછી મેં તેને દૂર કરવા માટે પકડ્યો અને તે સમયે તેણે મને ત્રણ વાર ડંખ માર્યો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો.

તેમણે આગળ જણાવ્યુ, સાપના ડંખ પછી મને લગભગ 6 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હું હવે ઠીક છું. આજે સલમાન ખાનનો જન્મદિવસ છે. સલમાન માત્ર પોતાનો જન્મદિવસ ઉજવવા ફાર્મહાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં, કોરોનાના વધતા જતા ખતરાને કારણે સલમાને તેનો જન્મદિવસ પરિવાર અને નજીકના મિત્રો સાથે ફાર્મહાઉસ પર ઉજવવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોને ખબર હતી કે જન્મદિવસના એક દિવસ પહેલા સલમાન સાથે આ અકસ્માત થશે.

સલમાને કહ્યું, સારી વાત એ હતી કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. તેમની પાસે તમામ પ્રકારના એન્ટી વેનોમ હતા. અત્યાર સુધી મેં તમામ પ્રકારના એન્ટી વેનોમ (ક્રેટ, વાઇપર, કોબ્રા)ના ઇન્જેક્શન લીધા છે. જો કે, સાપને પકડીને બાદમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે સલમાન હાલમાં પનવેલના ફાર્મહાઉસમાં છે.

તેમણે 27 ડિસેમ્બરની રાત્રે મીડિયા સાથે વાત કરી હતી. સલમાન ખાને તેનો 56મો જન્મદિવસ પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને પસંદગીના મિત્રો સાથે ઉજવ્યો. આ દરમિયાન તેમના બોલિવૂડ મિત્રો પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ સલમાન ખાનને સૂરજ બડજાત્યાની “મૈને પ્યાર કિયા”થી લોકપ્રિયતા મળી હતી. આજે સલમાનના કરોડો ચાહકો છે. તેમની દરેક ફિલ્મનો અલગ-અલગ ક્રેઝ છે. આજે તેમને ચાહકો અને બોલિવુડના ગલિયારાઓમાં ભાઇજાન અને દબંગ ખાનના નામથી ઓળખવામાં આવે છે. સલમાન ખાને બોલિવુડમાં તેમની એક અલગ જ ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by salman khan 🔵 (@kingno.1____)

Shah Jina