સલમાન ખાનની ઇદ પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો, કંગના રનૌતથી લઇને શહનાઝ ગિલ સુધી આ સ્ટાર્સ આવ્યા નજર

ગઇકાલના રોજ સમગ્ર દેશમાં ઇદનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો. આ તહેવારમાં બોલિવુડ સેલેબ્સે પણ પોતાની હાજરી દર્શાવી. પોતાની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે સલમાન ખાને ઇદ પાર્ટીની તમામ જવાબદારી બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માને સોંપી હતી. ઈદના અવસર પર અર્પિતા-આયુષે તેમના નવા ઘરમાં પાર્ટી આપી હતી. જેમાં બી-ટાઉનના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.

પરંતુ લોકોને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે કંગના રનૌત આ પાર્ટીમાં આવી. કંગનાએ ત્યાં હાજર ફોટોગ્રાફર્સને ઈદ મુબારક કહ્યુ અને ખૂબ પોઝ પણ આપ્યા. ત્યાં ચાહકોએ શહનાઝ ગિલની સ્ટાઈલ અને તેને બ્લેક ડ્રેસમાં જોઈને તેના વખાણ કર્યા. હોસ્ટ આયુષ શર્મા અને અર્પિતા ખાન પણ બહાર આવ્યા અને કેમેરાની સામે પોઝ આપ્યા. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં ભાઈજાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

રિપ્ડ જીન્સ અને બ્લેક શર્ટમાં સજ્જ સલમાન હંમેશની જેમ પાર્ટીની શાન બન્યો હતો. અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ પહોંચ્યા હતા. દીપિકા અને રણવીરે કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.તેમજ આ પાર્ટીમાં બોલિવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન અને તેમનો પુત્ર ઈબ્રાહિમ પણ પહોંચ્યા હતા.. ત્યાં બોલિવુડની લોલો એટલે કે કરિશ્મા કપૂર પણ અર્પિતાની ઈદ પાર્ટીમાં પહોંચી હતી.

સલમાનની ઈદ પાર્ટીમાં સુષ્મિતા સેન પણ તેની પુત્રી સાથે જોવા મળી હતી. ઈદ પાર્ટીમાં પતિ રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ જોવા મળ્યા હતા. તેઓએ કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. અર્પિતાની ઈદ પાર્ટીમાં કિયારા અડવાણી, હુમા કુરેશી, સોનાક્ષી સિન્હા અને જેકલીન ફર્નાન્ડીઝ પણ જોવા મળી હતી.

હુમા કુરેશી સફેદ આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે મસ્ત પોઝ આપ્યો હતો. સોનાક્ષી સિંહા ગ્રીન કલરની સાડી પહેરી ભાઇજાનની ઇદ પાર્ટીમાં પહોંચી હતી. વરુણ શર્મા પણ અર્પિતા ખાનની ઇદ પાર્ટીનો ભાગ રહ્યો હતો. આ ઉપરાંત અનિલ કપૂર, દીકરી શનાયા સાથે સંજય કપૂર પણ હાજર રહ્યા હતા. અર્પિતા અને આયુષની ઈદ પાર્ટીમાં અંગદ બેદી, નેહા ધૂપિયા, સફેદ સલવાર કમીઝમાં તબ્બુ, મિકા સિંહ અને ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દસાની પણ હાજર રહ્યો હતો.

આ પાર્ટીમાં જેની હાજરી સૌથી ખાસ અને આશ્ચર્યજનક હતી તે હતી બોલીવુડની ‘પંગા ક્વીન’ કંગના રનૌત. કંગના રનૌત પણ અર્પિતા અને આયુષની ઈદ પાર્ટીનો ભાગ બની હતી, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કંગના રનૌત અર્પિતા અને આયુષની પાર્ટીમાં મસ્ત આઉટફિટમાં પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.આખા બોલિવૂડને ધૂમ મચાવનાર કંગના રનૌત સલમાન ખાનની બહેન અર્પિતાની ઈદ પાર્ટીમાં પહોંચ્યા બાદ યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

અહીં કંગનાએ પાર્ટીમાં આવેલા અન્ય મહેમાનો સાથે ફોટા પણ પડાવ્યા હતા.છેલ્લા કેટલાક વર્ષોમાં કંગના રનૌતે સતત ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોને નિશાન બનાવ્યા છે અને આ લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં, કંગના રનૌત જે રીતે ઈદ પાર્ટીમાં પહોંચી છે, લોકો તેની ટાંગ જોરથી ખેંચી રહ્યા છે. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગના રનૌતે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આ દરમિયાન તે મીડિયા ફોટોગ્રાફર સામે જોરદાર પોઝ આપતી જોવા મળી હતી.

શરારા સૂટમાં તેની સુંદરતા બની રહી હતી. પાર્ટીમાંથી સામે આવેલા કંગના રનૌતના વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ધાકડની રિલીઝ નજીક છે અને તેથી જ કંગનાને કાચંડીની જેમ રંગ બદલવો પડ્યો.’ અન્ય યુઝરે લખ્યું, ‘અરે કંગનાને એન્ટ્રી કોણે આપી?’ જ્યાં એક તરફ કંગના રનૌત સતત ટ્રોલ થઈ રહી છે તો બીજી તરફ તેના ફેન્સ પણ તેના વખાણના પુલ બાંધી રહ્યા છે.

જ્યારે સલમાન ખાનની બહેન અલવીરા ખાન પતિ અતુલ અગ્નિહોત્રી સાથે આ પાર્ટીનો ભાગ બની હતી. Galaxy Apartments સલમાન ખાને હજારો ચાહકોના દિલ તૂટવા ન દીધા અને બાલ્કનીમાં હાથ હલાવી ચાહકોને અદ્ભુત ઈદી આપી.

Shah Jina