સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાવાળા બંને શૂટર પોલિસની પકડમાં…ગુજરાતના આ શહેરમાં છુપાયેલા હતા આરોપીઓ

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાવાળા શૂટર ગુજરાતમાં અહિયાંથી ઝડપાયા, તસવીરો જોઈને ખળભળી જશો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે જે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ માટે મોટી સફળતા છે. 14 એપ્રિલે સવારે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયા બાદ અભિનેતાની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા. આવી સ્થિતિમાં સોમવારે રાત્રે પોલીસને મોટી સફળતા મળી. આ કેસના તાર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ હુમલા બાદ ફેન્સને તેમના ફેવરિટ એક્ટરની ચિંતા છે.

જણાવી દઈએ કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓના ચહેરા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હુમલાની સંપૂર્ણ જવાબદારી લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી છે. સોશિયલ મીડિયા પર તેણે જે પોસ્ટ શેર કરી હતી તેમાં એ સ્પષ્ટ કર્યુ હતુ કે સલમાન ખાન તેની પહોંચથી દૂર નથી.

લોરેન્સ બિશ્નોઈ અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. જો કે જે સોશિયલ મીડિયા એકાઉન્ટથી ઘટનાની જવાબદારી લેવામાં આવી છે તે અનમોલ બિશ્નોઇનું છે,આ આ વાતની પુષ્ટિ થઇ નથી. લોરેન્સ બિશ્નોઇ ગેંગ કથિત રીતે 1998ના કાળા હરણ શિકાર મામલે સલમાન ખાનને નિશાનો બનાવી રહ્યા છે. બિશ્નોઇ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે.

નવેમ્બર 2022માં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારની ધમકીઓને કારણે સલમાન ખાનની સિક્યોરિટી Y+ સ્તર સુધી વધારી દેવામાં આવી હતી. ગત રવિવારની ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા ઘણી વધારી દેવામાં આવી છે. ફાયરિંગની વાત કરીએ તો, બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને આજે એટલે કે 16 એપ્રિલે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આજતકના અહેવાલ મુજબ, બંને આરોપી શૂટરોની ઓળખ વિકી સાહેબ ગુપ્તા (24) અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ (21) તરીકે થઈ છે. બંને બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના હોવાનું કહેવાય છે. 14 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બાઇક પર સવાર બે બદમાશોએ બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને સ્થળ પરથી ભાગી ગયા. બંનેએ હેલ્મેટ પહેર્યુ હતુ. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર બાદ આરોપીઓએ તેમનું બાઇક એક ચર્ચ પાસે છોડ્યુ હતુ અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina