‘છૂટાછેડા નથી થયા અમારા, હજુ પણ અમે પતિ-પત્ની છીએ…’ એઆર રહેમાનની પત્ની સાયરા બાનુએ એક્સ વાઇફ કહેતા ઉઠાવ્યો વાંધો

એઆર રહેમાનની બગડેલી તબિયત વચ્ચે પત્ની સાયરા બાનુનું નિવેદન- પ્લીઝ મને એક્સ વાઇફ ના કહો, છૂટાછેડા નથી થયા

‘મને Ex વાઇફ બોલાવવાનું બંધ કરો…અમે અલગ થયા છીએ, છૂટાછેડા નથી થયા’, એઆર રહેમાન સાથે નથી થયા છૂટાછેડા, પત્નીએ જણાવી સંબંધની હકિકત

રવિવારે જ્યારે મશહૂર સિંગર અને કંપોઝર એ.આર.રહેમાનની તબિયત અચાનક બગડી ત્યારે તેમના ચાહકો ચિંતિત થઈ ગયા અને તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા. એ.આર.રહેમાનને તાત્કાલિક ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હવે એ.આર. રહેમાન ઠીક છે. તેમણે છાતીમાં અસ્વસ્થતા અને દુખાવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તેમની પત્ની સાયરા બાનુની પ્રતિક્રિયા આવી છે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે તેઓ તેમને એક્સ વાઇફ ના કહે.

જણાવી દઇએ કે, નવેમ્બર 2024માં એઆર રહેમાન અને સાયરા બાનુએ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારથી તેમના છૂટાછેડાના સમાચાર પણ તેજ થયા. ત્યારબાદ, સાયરા બાનુના વકીલે એક સત્તાવાર નિવેદનમાં કપલના છૂટાછેડાની જાહેરાત કરી હતી અને ગોપનીયતાની માંગણી કરી હતી. હવે એઆર રહેમાનની બગડતી તબિયત વચ્ચે સાયરાએ પોતાને એક્સ વાઇફ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે.

ઇટાઈમ્સ અનુસાર, સાયરા બાનુએ મોકલેલી વોઇસ નોટમાં કહ્યું, ‘હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. મને સમાચાર મળ્યા છે કે તેમને છાતીમાં દુખાવો છે અને તેમની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે. અલ્લાહની કૃપાથી તે હવે ઠીક છે, તેમને કંઈ નથી.’ સાયરાએ આગળ કહ્યું, ‘હું તમને બધાને કહેવા માંગુ છું કે અમારા સત્તાવાર રીતે છૂટાછેડા થયા નથી.

અમે હજુ પણ પતિ-પત્ની છીએ. બસ, અમે અલગ થયા કારણ કે છેલ્લા બે વર્ષથી મારી તબિયત સારી નહોતી અને હું તેમને વધારે તણાવ આપવા માંગતી નહોતી. પણ કૃપા કરીને મને એક્સ વાઇફ ન કહો. બસ એટલું જ કે અમે અલગ થયા છીએ, પણ મારી પ્રાર્થના હંમેશા તેમની સાથે છે. હું બધાને, ખાસ કરીને તેના પરિવારને એક વાત કહેવા માંગુ છું કે કૃપા કરીને તેમને વધારે તણાવ ન આપો અને તેમની સંભાળ રાખો. આભાર, અલ્લાહ હાફિઝ.’

Previous Article

અરે બાપરે! સીડીયો પરથી ખરાબ રીતે પડી બોલ્ડ હિરોઈન, હિલ્સ પર પોઝ આપતા બન્યો બનાવ, કેમેરામાં દેખાયું ન દેખાવાનું

Next Article

પાકિસ્તાનમાં આવી રીતે સેલિબ્રેટ કરાયો હોળીનો તહેવાર, ઇન્ફ્લુએન્સરે બનાવી એવી રીલ કે વીડિયોએ જીતી લીધુ ભારતીયોનું દિલ

error: Protected Content!