આપણા હિન્દુ ધર્મ વિરુદ્ધ ફિલ્મો બનાવતા કલાકારોને ભિખારી બનાવી દો, કાલીચરણ મહારાજે જુઓ શું શું કહી દીધું
મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર સંત કાલીચરણ મહારાજ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે આ વખતે બોલિવુડ પર નિશાન સાધ્યુ છે અને વિવાદિત ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સંત કાલીચરણે કહ્યુ કે, ફિલ્મ પઠાણ હોય કે બીજી કોઇ આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખમંગા બનાવવાની જરૂરત છે. સંત કાલીચરણે કહ્યુ હતુ કે, આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઇએ જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મના નિર્માતાઓને ભિખારી બનાવી દેવા જોઇએ.
તેમણે આગળ કહ્યુ કે, હું બધા હિંદુ ભાઇ બહેનોને આહ્વાન કરુ છુ કે હિંદુ ધર્મનું અપમાન કરનારી જેટલી પણ ધર્મ વિરોધી ફિલ્મો બની રહી છે તેનો પૂરી રીતો બહિષ્કાર કરો અને તેમને સબક શીખવાડો કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે. કાલીચરણે કહ્યુ કે, પઠાણ હોય કે બીજી કોઇ ફિલ્મ બધાનો બહિષ્કાર થવો જોઇએ. આવી ફિલ્મો બનાવનારને ભિખમંગા કરી દેવા જોઇએ. આ જ તેમના માટે દંડ છે. ધર્મનું અપમાન કરનારને સજા મળવી જોઇએ.
જણાવી દઇએ કે, ડિસેમ્બર 2021માં સંત કાલીચરણ છત્તીસગઢમાં વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધીને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ છત્તીસગઢની પોલિસે સંતને મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાથી ધરપકડ કરી હતી અને જેલ મોકલી દીધા હતા. તે બાદ તેઓ જામીન પર રિહા થયા હતા. ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીને લઇને કહ્યુ હતુ કે, ઇસ્લામનું લક્ષ્ય રાજનીતિના માધ્યમથી રાષ્ટ્ર પર કબ્જો કરવો છે. આપણી આંખો સામે તેમણે 1947માં કબ્જો કરી લીધો.
તેમણે પહેલા ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો. તેમણે રાજનીતિના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. હું નથૂરામ ગોડસેને નમન કરુ છુ કે તેમણે તેને..મારી નાખ્યા. કાલીચરણ મહારાદ મહારાષ્ટ્રના અકોલાના પુરાના શહેર શિવાજી નગરના રહેવાસી છે. તેમનું અસલી નામ અભિજીત ધનંજય સરાગ છે. તે ભાવસાર સમાજના છે. કાલીચરણ મહારાજ એક સાધારણ પરિવારમાં જન્મ્યા હતા. 2017માં તે ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા. પણ વિરોધી પાર્ટી સાથે સાંઠ ગાંઠ કરી તેમને હરાવી દીધા. તે માટે મહારાજે બાદમાં માફી પણ માગી હતી.